GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લોકડાઉનનો ઉલ્લંઘન કરનારને અનોખી શિક્ષા, આ ગામમાં ગધેડા પર બેસાડી ફેરવવામાં આવે છે

Lockdown

કોરોના વાઇરસ (Coronavirus) ને ફેલાતા અટકાવવા માટે લોકડાઉનમાં લોકોને ઘરની બહાર ન નીકળા માટે આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ આ નિયમનું ઉલ્લંઘન કરી ઘરની બહાર નીકળતા લોકને રોકવા માટે મહારાષ્ટ્રના એક ગામડાના લોકોએ અસાધારણ શિક્ષાનો કિમીયો અમલમાં મૂક્યો છે. જેમાં વ્યાજબી કારણ વગર વારંવાર ઘરની બહાર નીકળતા ઝડપાયેલા લોકોને ‘ગદર્ભ સવારી‘ ગધેડા પર બેસાડી ગામમાં ફેરવવામાં આવે છે.

ગ્રામજનોએ ન છૂટકે આ માર્ગ અપનાવ્યો

આ અબોલ પ્રાણીનો આ રીતનો ઉપયોગ નિંદનીય છે, પરંતુ કોરાનાની ઘાતકતા અને લોકોની અનુશાસન હીનતા જોઇને ગ્રામજનોએ ન છૂટકે આ માર્ગ અપનાવ્યો લાગે છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના કેજ તાલુકાના તાકલી ગામની ગ્રામ પંચાયતને 29 મી માર્ચે કસૂરવારને આ શિક્ષા કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાને ફેલાતો અટકાવવા ઘરની બહાર નહી નીકળવાની મહારાષ્ટ્ર સરકારની એડવાઇઝરીની વિરુદ્ધમાં જઇને લોકોને રસ્તાઓ પર જમા થાય છે તેથી તેમને અટકાવવાનો આ શિક્ષા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

ગ્રામજનોએ મળીને આ શિક્ષાનો નિર્ણય કર્યો

ગ્રામ પંચાયતે એક ઘોષણા પત્ર બહાર પાડ્યુ છે, જેના નિયમ મુજબ હરફર પરના નિયંત્રણોનું પ્રથમ વખત ઉલ્લંઘન કરનારી વ્યક્તિને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે, પરંતુ ત્રણ વખત ઉલ્લંઘન કરવામાં આવશે તો તે વ્યક્તિને ગધેડા પર બેસાડી તેને ગામમાં ફેરવવામાં આવશે. સાથે જ ગ્રામપંચાયત દ્વારા લોકોને ઘરમાં જ રહીને સહકાર આપવો જોઇએ તેમ પણ આ ઘોષણામાં જણાવ્યું હતું. આ ગામના સરપંચ વિષ્ણુ ઘુલેએ કહ્યું હતું કે, ગ્રામ પંચાયત તથા સૌ ગ્રામજનોએ મળીને આ શિક્ષાનો નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!