GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

કોરોના

દેશમાં લોકડાઉન(Lockdown) 14 એપ્રિલ સુધી રહેશે. આ વચ્ચે ઘણી જગ્યાઓ પર લોકડાઉનના ઉલ્લંઘનની ખબરો સામે આવી છે. જ્યાર બાદ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એક્શન લીધી છે. તેમણે દરેક રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો અને કહ્યું કે લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ પર કેસ ચલી શકે છે. IPC અને આપદા પ્રબંધન અધિનિયમ, 2005 હેઠળ.

કયા નિયમ હેઠળ થશે સજા

સૌથી પહેલા વાત આપદા પ્રબંધન એક્ટ 2005ની

તેના ભાગ 51થી 61 હેઠળ દોષી માનવામાં આવી શકે છે. ભાગ 51માં એવું લખેલુ છે કે જો કોઈ સરકારી આદેશને લાગુ કરવામાં અડચણ રૂપ બનશે. અથવા સરકારી આદેશનું પાલન કરવાની ના પાડી દેશે તો તેને એક વર્ષની સજા થઈ શકે છે. જો દોષીના કારણે કોઈને જીવ અથવા સ્વાસ્થ્યનો ખતરો થઈ જાય તો આ સજા બે વર્ષ સુધીની કરી પણ થઈ શકે છે.

હવે વાત કરીએ IPC એટલે ઈન્ડિયન પીનલ કોડની. તેની કલન 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ કહે છે કે જો જાણી જોઈને કોઈ પબ્લિક સર્વન્ટ જે સરકારી આદેશ લાગુ કરાવી રહી હોય કે વાત ન માની તો એક મહિના સુધીની જેલ થઈ શકે છે અને જો તેનાથી કોઈનો જીવ કે તબીયતને ખતરો પહોંચે તો 6 મહિના સુધીની સજા થઈ શકે છે.

આ ઉપરાંત ચિટ્ઠીમાં એમ પણ લખવામાં આવ્યું છે કે કાયદા અને તેના હેઠળ મળતી સદાનો સારી રીતે પ્રચાર કરવામાં આવે. જેથી લોકો તેને લેઈને ગંભીર થઈ શકે. દેશના અલગ અલગ ભાગમાં લોકડાઉનના નિયમોને તોડવા અને સ્વાસ્થ્યકર્મચારીઓ, પોલિસની સાથે સતત ગેરવર્તણુકની ખબર સામે આવી રહી છે. જ્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Read Also

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!