GSTV

Lockdownને લીધે મજૂરીકામ નહીં મળતાં શ્રમજીવીઓએ ચોરી શરૂ કરી

lockdown

લોકડાઉન (Lockdown) વચ્ચે ઉધના રોડ શિવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં આવેલ સાવરીયા હોઝીયરીની દુકાનનું શટર ઉંચુ કરી રૂ.1.62 લાખની મતાના અંડરવેર અને બનીયાન ચોરી કરનાર ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પડી તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ શ્રમજીવીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે લોકડાઉનને લીધે તેમને મજૂરીકામ નહીં મળતા તેમણે ચોરી શરૂ કરી હતી.

રૂ.1.62 લાખની મત્તાના અંડરવેર-બનીયાનના 250 જેટલા બોક્ષ ચોરી ફરાર થઈ ગયા

પોલીસે જે રૂમમાંથી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો તે રૂમ એક શ્રમજીવીનો છે અને તે વતન ગયો હોય ટોળકીએ રૂમનું તાળું તોડી ત્યાં ચોરીનો મુદ્દામાલ મૂકી દીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના શિવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા કાલુરામ રાયમજી પ્રજાપતિ એપાર્ટમેન્ટના જ નીચે સાવરીયા હોઝીયરીદ્બના નામે દુકાન ધરાવે છે. લોકડાઉનના કારણે કાલુરામની દુકાન બંધ હતી જેનો લાભ ઉઠાવી તસ્કરો ગત 16 થી 17મીના રાત્રી દરમિયાન દુકાનનું શટર ઉંચુ કરી અંદર પ્રવેશી રૂ.1.62 લાખની મત્તાના અંડરવેર-બનીયાનના 250 જેટલા બોક્ષ ચોરી ફરાર થઈ ગયા હતા.

બનાવ અંગે ઉધના પોલીસે કાલુરામ પ્રજાપતિની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, હેડ કોન્ટેબલ જયેશ ઈન્દ્રજીત અને પ્રદીપ જગદંબાપ્રસાદને મળેલી બાતમીના આધારે ઉધના પોલીસે ચોરીનો મુદ્દામાલ તસ્કરોએ જ્યાં છુપાવ્યો હતો તે સંજયનગર ઝુપડપટ્ટી રોડ નં.3 ખાતે છાપો મારી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ધરપકડ કરી પુછપરછ હાથ ધરી

પોલીસે ચોરી કરનાર સંજયનગર ઝુપડપટ્ટીમા રહેતા હુસેન ભીકન શા ( ઉ.વ.36 ), આરીફ રાજુ કુરેશી ( ઉ વ.19 ), રમજાન ભીકન શા ( ઉ.વ.20 ), અનમોલ દિપકભાઇ પાતળકર ( ઉ.વ.19 ), વિકાસ જીવણભાઇ નાયકા ( ઉ.વ.19 ) અને રોહીત રાજભાઇ પટેલ ( ઉ.વ.19 ) ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ચોરી કરનાર તમામ શ્રમજીવીઓ છે અને લોકડાઉનને લીધે તેમને મજૂરીકામ નહીં મળતા તેમણે ચોરી શરૂ કરી હતી.

હોઝીયરીની દુકાન તેમની ઝૂંપડપટ્ટીની પાસે જ હોય ત્યાંથી રોકડ મળશે તેવી આશામાં તેમણે ચોરી કરી હતી. પરંતુ ત્યાં રોકડ નહીં મળતા તેમણે રૂ.1.62 લાખની મત્તાના અંડરવેર-બનીયાનના 250 જેટલા બોક્ષ ચોરી હાલ વતન ગયેલા તેમની જ ઝૂંપડપટ્ટીના એક શ્રમજીવીના રૂમનું તાળું તોડી ત્યાં ચોરીનો માલ સંતાડી દીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ટોળકીએ લોકડાઉનમાં કામ નહીં મળતા આ ચોરી અગાઉ પણ ચોરી કરી છે. જોકે, તે અંગે કોઈએ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવી નથી. વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે.

Read Also

Related posts

એનએસયુઆઈ દ્વારા પીપીઈ કીટ પહેરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મોફુક રાખવા કરી રજૂઆત

Nilesh Jethva

અંત્રોલી ગામે યુવકની ગળુ કાપી ઘાતકી હત્યા, દાહોદમાં નજીવી બાબતે કાકાએ કર્યું ભત્રીજાનું ખૂન

Nilesh Jethva

દાહોદ નજીક ખરેડીના કુખ્યાત સાયકો કિલરને મધ્યપ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં કર્યો ઠાર, 5 પોલીસકર્મી ઘાયલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!