GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

Lockdownમાં માતા સાથે આ ગેમ રમી રહી છે રિદ્ધિમા, હારી જતા પિતા રિશીને આ રીતે કર્યા યાદ

Lockdown

બોલિવૂડના સ્ટાર રિશી કપૂરના નિધનને એક મહિનો પૂરો થવા આવ્યો છે પરંતુ પરિવાર તેમને ભૂલી શક્યો નથી. પરિવારની એક વ્યક્તિની વિદાયથી શું થતું હોય છે તે બાબત તેઓ સારી રીતે સમજી શકે છે. નીતુસિંઘ અને તેમના સંતાનો સાથે પણ આમ જ બની રહ્યું છે. રણબીર કપૂર અને રિદ્ધિમાને વારંવાર તેમના પાપાની યાદ આવે છે. રિશી કપૂરના નિધન બાદ રિદ્ધિમા તેની માતા નીતુ કપૂર સાથે જ રહે છે. તાજેતરમાં જ તેણે મમ્મીની પ્રશંસા કરતાં રિશી કપૂરને યાદ કર્યા હતા.

ઇન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ શેર કરી

સોશિયલ મીડિયા પર રિદ્ધિમાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે. તે બોર્ડમાં એક સ્ક્રેબલ બોર્ડ અને સ્કોરશીટ દેખાય છે. તેમાં તેણે લખ્યું છે કે પાપાએ મમ્મીને સારી રીતે ટ્રેઇન કરી છે. જેણે મને આ ગેમમાં બે વાર હરાવી દીધી છે. તસવીરમાં તમે સ્ક્રેબલ બોર્ડ પર બનાવેલા શબ્દો જોઈ શકો છો.

Lockdown

પિતાને રોજ યાદ કરે છે રિદ્ધિમા

રિદ્ધિમા તેના પિતાને દરરોજ યાદ કરીને સોશિયલ મીડિયા પર તેમના વિશે કાંઇકને કાંઇક લખતી રહે છે. લોકડાઉનમાં કંટાળો આવતા તેણે પોતાની મમ્મી નીતુ કપૂર સાથે આ રીતે સ્ક્રેબલ બોર્ડ પર રમવાનું શરૂ કરી દીધું હતું. રિશી કપૂરની આ મનપસંદ ગેમ હતી. જ્યારે રિદ્ધિમા આ ગેમમાં નીતુ સામે હારી ગઈ તો તેણે તેનો યશ પાપા રિશી કપૂરને આપી દીધો હતો.

રિશી કપૂર અને નીતુના બે સંતાનો છે. રણબીર કરતાં રિદ્ધિમા બે વર્ષ મોટી છે અને 2006માં તેના લગ્ન દિલ્હીના બિઝનેસમેન બારત સહાની સાથે થયા હતા. તેને એક દિકરી પણ છે. જેનો જન્મ 2011માં થયો હતો.

Read Also

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!