GSTV
Gujarat Government Advertisement

પૂનમપાંડે ફરી ભરાઈ, Lockdownમાં એવું કર્યું કે જેના માટે લેવી પડે છે પરમીશન

Lockdown

Last Updated on May 12, 2020 by Arohi

દેશમાં હાલ લોકડાઉન-3 ચાલી રહ્યું છે પોલિસ અને પ્રસાશન લોકડાઉન (Lockdown) નું પાલન થાય તે માટે પગલાં લઇ રહ્યાં છે ત્યારે મુંબઈમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે રવિવારે મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને તેને અરેસ્ટ કરવામાં આવી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે, મરીન ડ્રાઇવ પોલીસે પૂનમ પાંડે અને તેની સાથે આવેલા તેના મિત્ર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. તે કોઈ પરમીશન વિના પોતાની કારમાં મરીન ડ્રાઇવ ફરી રહી હતી. પરંતુ હવે પુનમ પાંડેએ પોતે આ વાતની સચ્ચાઈ જણાવવા માટે વીડિયો જાહેર કર્યો છે.

મહત્વનું છે કે પોલીસના એક વરિષ્ઠ નિરીક્ષક મૃત્યુંજય હિરેમઠે જણાવ્યું, પાંડે અને તેની સાથે ફરી રહેલા સૈમ અહમદ વિરુદ્ધ આઈપીસીની કલમ 269 અને 188 તથા રાષ્ટ્રીય આપદા અધિનિયમની જોગવાઈઓ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પહેલા પણ પૂનમ પાંડે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ છે

મહત્વનું છે કે આ પ્રથમ ઘટના નથી જ્યારે પૂનમ પાંડે પોતાના કોઈ કામને કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઇ છે. આ પહેલા પણ પૂનમે ઘણીવાર કાયદાનો ભંગ કર્યો અને તેણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂનમ પડદા પર ભલે ઓછી જોવા મળતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનો ફોલોવર્સ લાખોમાં છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!