GSTV

સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકશે નહીં

Last Updated on May 2, 2020 by Karan

લોકડાઉનના નિયમો વધુ સખત બની રહયાં છે. અમદાવાદમાં ઓરેન્જને બદલે રેડ ઝોન વધી રહ્યો છે. કોરોના રોકવામાં સરકાર અસફળ રહી છે ત્યારે કેન્દ્રમાંથી નવા નિયમો અને છૂટછાટો પણ આવી રહી છે. ગુજરાતમાં દુકાનો ખોલવાની છૂટછાટો છતાં અમદાવાદ વેપારી એસો.એ આ નિયમની અમલવારી ન કરવાનો નિર્ણય લેતાં અગાઉ 5 મહાનગરોમાં ગુજરાત સરકારે દુકાનો ખોલવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી. હવે 17મી મને સુધી લોકડાઉન વધી ગયું છે ત્યારે આજથી લાગુ થયેલા આ નવા નિયમે ભારે ચર્ચા જગાવી છે.

ઇમરજન્સી સિવાય નીકળ્યા તો કાર્યવાહી

અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આજે જણાવ્યું છે કે, લોકડાઉનના તમામ નિર્ણયોનું પાલન કરવામાં આવે. પોલીસ દ્વારા આ મામલે લોકડાઉન ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ઘર બહાર નીકળી શકશે નહીં. જો કોઈ ઇમરજન્સી કામ વિના સાંજે 7 વાગ્યા બાદ બહાર નીકળશે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ તમામ ઝોન માટે લાગુ પડશે.

ઓરેન્જ ઝોનમાં કેબને મંજૂરી

રેડઝોનમાં સામેલ એરિયામાં વ્હીકલના નિયમોનું સખત પાલન કરાઈ રહ્યું છે. કન્ટેમેન્ટ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટના પણ પોઇન્ટ નક્કી કરાયા છે. ગુડ સર્વિસ કે ઇમરજન્સી સર્વિસમાં પણ ચેકિંગ કરી પોલીસ રેડઝોનમાં કાર્યવાહી કરી છે. અમદાવાદમાં પશ્વિમ વિસ્તાર અને કેટલાક વિસ્તારો ઓરેન્જ ઝોનમાં આવે છે. જેમાં કેબની મંજૂરી અપાઈ છે. જેમાં અમદાવાદથી ગાંધીનગર કે નજીકના જિલ્લાઓમાં પણ મંજૂરી અપાઈ છે. શહેરના કોઈ પણ વિસ્તારમાં નાના બાળકો, પ્રેગનન્ટ મહિલા અને વૃદ્ધોએ ઘરે જ રહે તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં પોલીસ દ્વારા 9990 ગુના દાખલ કરાયા છે. સીઆરપીસી ના ભંગ બદલ 6136 ગુનાઓ નોંધાયા છે.  ગઈકાલે જ 333 ગુનાઓ નોંધાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 906 ગુના દાખલ થયા છે. એક જ દિવસમાં પોલીસે 955 વાહનો જપ્ત કર્યા છે. શહેરમાં કુલ 28 ડ્રોનનો પોલીસ વિભાગ દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!