GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

દિલ્હીના નિજામુદિન સ્થિત તબલીગી જમાતના સેન્ટર (મરકજ)ના મૌલાનાની સામે કેજરીવાલ સરકાર એફઆઈઆર દાખલ કરાવશે. તબલીગી જમાતના સેન્ટરમાં રવિવારે દિલ્હીના એલએનજેપી હોસ્પિટલમાં 34 લોકોને તપાસ માટે લાવવામાં આવ્યા હતા અને બધા કોરોના સંક્રમિત બતાવવામાં આવે છે. જેમા એક 64 વર્ષના વ્યક્તિનું મોત થઈ ગયું. ત્યાર બાદ આ મામલો વધારો ગંભીર બનતા કેજરીવાલ સરકાર હવે કેસ દાખલ કરશે.

24 તારીખથી લોકડાઉન જાહેર

આ મામલે દિલ્હી સરકારના જણાવ્યા પ્રમાણે, દેશમાં 24 તારીખથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દરેક હોટલ, ગેસ્ટ હાઉસ, હોસ્ટેલના માલિકોની ફરજ હતી કે સોશિયલ ડિસ્ટંન્સિગ જાળવી રાખે. એવું લાગે છે કે અહિયા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં નથી આવ્યું.

નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

વધુમાં તેમણે જણાવ્યું કે, હવે અમને માહિતી મળી છે કે, અહિયા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને અહિયા કેટલાટ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે પણ આ મામલે કસુરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉન સમયે આવા જમાવડાથી બચવુ એ દરેક નાગરિકની ફરજમાં આવે છે. આ એક અપરાધિક કૃત્ય છે તેના સિવાય કશું નથી.

કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાયા

પ્રાપ્ત માહિતી અનુસાર આ લાપરવાહીથી કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાયા છે. કોરોના વાયરસના ખતરા વચ્ચે તબલીગી જમાતોના એક શહેરમાંથી બીજા શહેરમાં જવાથી ખતરો વધારે વધી જશે. આ દરમિયાન નિજામુદ્દિનના તબલીગી જમાતમાં મોટી સંખ્યમાં લોકો એકત્ર થયા હતા. જેના કારણે સમગ્ર દેશમાં ચિંતાનો વિષય છે.

સમગ્ર વિશ્વમાંથી અહિયા આવે છે લોકો

નિજામુદ્દિનમાં તબલીગી સેન્ટર હોવાથી દેશ જ નહી પુરા વિશ્વમાથી લોકો અહિયા આવે છે. ત્યાર બાદ તેમને અલગ અલગ સમૂહમાં બીજા શહેરોમાં ઈસ્લામના પ્રચાર માટે મોકલવામાં આવે છે. તેને વિસ્તારની ચિઠ્ઠી આપવામાં આવે છે. જેમા મસ્જિદોની માહિતી હોય છે અને તે લોકો ત્યા જઈને મસ્જિદોમાં રોકાય છે.

READ ALSO

Related posts

પરપ્રાંતીય મજૂરોએ મોદી સરકારની ચિંતા વધારી, દેશના 145 જિલ્લા Corona હોટસ્પોટ બનવાનું જોખમ

Ankita Trada

POK માટે મોદી સરકાર પાકિસ્તાન પર કરી શકે છે હુમલો, રાજનાથસિંહ ન બોલીને ઘણું બોલી ગયા

Dilip Patel

જાણો કંઈ પરિસ્થિતિઓમાં તમારી હેલ્થ પોલિસીમાં નહી મળે Corona Virus નું કવર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!