GSTV

ગુજરાત ટુરીઝમને ખોટના ખાડામાંથી બહાર આવતા લાગતે બે વર્ષ, હજુ ૮૦ ટકા ટુર ઓપરેટરોએ રોજગાર નથી કર્યો શરૂ

દુનિયાભરમાં લોકડાઉનના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમાંય ટુરીઝમ ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. ગુજરાતની વાત કરીએ તો અંદાજે ૧૫૦૦ થી ૧૭૦૦ કરોડનું નુકશાન છે અને આ નુકશાન ભરપાઈ કરતા હજી બે વર્ષ જેટલો સમય વીતી જશે. આ વખતે અનેક લોકોએ ટુર રદ કરાવી છે. કોઇપણ કુદરતી આપદા આવે તો પણ પહેલી અસર ત્યાનાં ટુરીઝમ પર થતી હોય છે. કોરોનાનો કહેર હજી પણ યથાવત છે. આવા સંજોગોમાં ટુરીઝમ બિઝનેસમાં ભારે નુકશાન થયું છે. લાંબા લોકડાઉન બાદ અનલોક પણ થયું. પરંતુ લાખો લોકો ડરેલા છે. ઉનાળું વેકેશન તો લોકડાઉનમાં ગયું. અને હવે દિવાળીના તહેવારોમાં પણ ટુર ઓપરેટરોને જોઈએ તેવું બુકિંગ મળતું નથી. આવામાં ટુરીઝમ બિઝનેસને કરોડોનું નુકસાન થયું છે. ગુજરાતમાં લગભગ ૨૦ હજાર જેટલા ટુર ઓપરેટર છે. અને તેમાં અંદાજે ૩ લાખ ૮૦ હજાર જેટલા કર્મચારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નોકરી કરી રહ્યા છે.

હાલની સ્થિતિ પ્રમાણે ૮૦ ટકા ટુર ઓપરેટરોએ રોજગાર ચાલુ કર્યો નથી. એટલે કે આ રોજગાર સાથે સંકળાયેલા લોકોની નોકરી પર પણ જોખમ રહેલું છે. જ્યારથી લોકડાઉન અમલી બન્યું ત્યારથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ છે. જેથી વિદેશ ટુર તો શક્ય જનથી. દર વર્ષ ૩ લાખથી વધારે ગુજરાતીઓ વિદેશ પ્રવાસે જતા હોય છે. તો દેશના અલગ અલગ પ્રાંતમાં ગુજરાતના ૮ લાખ જેટલા લોકો પ્રવાસે જતા હોય છે. પણ હાલના સંજોગોમાં મોટાભાગના લોકો પ્રવાસ પર જવાનું ટાળી રહ્યા છે. રેલવે પણ બંધ છે. જેથી લાંબી ટુર લોકો પસંદ કરી રહ્યા નથી. કેટલાક લોકો એક-બે દિવસ માટે તેમની આસપાસના ડેસ્ટીનેશનમાં જતાં થયા છે પરંતુ તે પણ સેલ્ફ ડ્રાઈવ કરીને જાય છે. જ્યાં સુધી રેલ્વે અને ફ્લાઈટ ચાલુ નહીં થાય અને ટ્રાવેલ એડવાઈઝરી નહીં ખુલે ત્યાં સુધી ટુરીઝમ ઉદ્યોગ મંદ રહેશે.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!