GSTV
Gujarat Government Advertisement

ICMRના હેડની ચેતવણી/ આ જિલ્લાઓમાં 6થી 8 સપ્તાહનું લોકડાઉન નહીં અપાય તો કોરોના બેકાબૂ બનશે, દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકા

કોરોના

Last Updated on May 12, 2021 by Harshad Patel

ભારત દેશ અત્યારે કોરોનાની બીજી લહેરને પરિણામે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તેવામાં આ મહામારીને નાથવામાં માટે દેશનાં વિવિધ રાજ્ય પણ અલગ-અલગ રણનીતિ બનાવતા હોય છે. અત્યારે મોટાભાગનાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે. તેથી જ આ પરિસ્થિતિ અંગે ICMR નાં હેડ ડૉ. બલરામ ભાર્ગવે સલાહ આપી હતી કે જે પણ જિલ્લામાં કોરોનાનો સંક્રમણ રેટ 10 ટકાથી વધુ હોય ત્યાં 6 થી 8 સપ્તાહનું લોકડાઉન લાદવું અત્યંત આવશ્યક છે. ભાર્ગવે મંગળવારનાં રોજ જણાવ્યું હતું કે અત્યારે ભારત દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકાની આસપાસ છે. 734 માંથી 310 જિલ્લામાં આ રેટ સમાંતર છે અથવા તો આના જેટલો જ છે.

બીજી લહેરની ચેન તોડવા માટે 31મી મે સુધી લોકડાઉન લંબાવાયુ

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ચેન તોડવા માટે 31મી મે સુધી લોકડાઉન લંબાવાયુ છે. જોકે, જીવનજરૂરી ચીઝવસ્તુની દુકાન ખુલી રાખવાની છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 10મી મે સુધી કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5 લાખથી વધુ

જે બાદ ફરીવાર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ સાથે મૃત્યુદરમાં પણ વધારો થયો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 88.01 ટકા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5 લાખથી વધુ છે. તો બીજી તરફ કોરોનાની રસી માટે રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ભારતના કુલ પોઝેટિવ કેસની સંખ્યા 2 કરોડ 33 લાખ 40 હજાર 938 એ પહોંચી

વિશ્વના અનેક દેશો આજે કોરોનાના ભરડામાં છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારતના કોરોના કેસોની વાત કર્યે તો 3 લાખ 48 હજાર 421 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે ભારતના કુલ પોઝેટિવ કેસની સંખ્યા 2 કરોડ 33 લાખ 40 હજાર 938 એ પહોંચી હતી અને 4 હજાર 205 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. જેથી કુલ મોતનો આકડો 2 લાખ 54 હજાર 197એ પહોચ્યો હતો.

કોરોના

છેલ્લા 24 કલાકમાં 4 હજાર 205 લોકો કોરોના સામેની લડાઈ હાર્યા

ભારતના કોરોનાના કેસોમાં છેલ્લા ત્રણ દિવસથી ઘટાડો આવી રહ્યો છે,કોરોનાની બીજી લહેર યુવાનોને પણ ભરડામાં લઈ રહી છે,છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંકે રેકોર્ડ સર્જ્યો છે, છેલ્લા 24 કલાકમાં 4 હજાર 205 લોકો કોરોના સામેની લડાઈ હાર્યા હતા. ભારતમાં કોરોનાને કારણે થનાર મોતનો આંક 2 લાખ 50 હજારને પાર પહોંચ્યો છે. કોરોનાને કારણે ભારત કરતા વધુ મોત માત્ર અમેરિકા અને બ્રાઝિલમાં જ થયા છે. ભારતમાં 100 કોરોના સંક્રમિતોમાંથી મૃત્યુનો દર 1.1 છે, જ્યારે અમેરિકામાં આ દર 1.8 અને બ્રાઝિલમાં 2.7 જેટલો છે. દક્ષિણ આફ્રિકામાં 100 સંક્રમિતોમાંથી 3.4 લોકો કોરોનેને કારણે જીવ ગુમાવે છે. વિશ્વમાં કોરોનાને કારણે થયેલ મોતમાંથી 18 ટકા મોત અમેરિકામાં, 12.8 ટકા બ્રાઝિલમાં અને 7.6 ટકા મોત ભારતમાં થયા છે.

ઘણીવાર કોરોનાથી થતા મોતનો આંક 4 હજાર પાર પણ પહોંચ્યો

ભારતમાં ગત 14 દિવસમાં 2 દિવસને બાદ રાખતા રોજ 3 હજાર 500થી વધુ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે ગત 14 દિવસમાં ઘણીવાર કોરોનાથી થતા મોતનો આંક 4 હજાર પાર પણ પહોંચ્યો હતો. ભારતના ઘણા શહેરોમાં મોતના આંક છુપાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ દરમિયાન સ્મશાનમાં વેઈટિંગથી લઈ નદીઓમાં મૃતદેહો પધરાવવાના અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ સરકારને કોરોના સંક્રમિતો અને કોરોનાથી થતા મોતના વાસ્તવિક આંકડા દર્શાવવા માટે અપીલ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!