GSTV
Business India News Trending

RBI ના એલાન બાદ બીજા રાહત પેકેજ માટે સરકાર કરી શકે છે આટલા લાખ કરોડ ખર્ચ, જાણે કોને થશે ફાયદો

Lockdown

આરબીઆઇએ આજે ​​રોકડ વધારવા માટે મોટી જાહેરાત કરી હતી, પરંતુ હવે તમામની નજર સરકાર પર છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર ટૂંક સમયમાં આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે. અહેવાલ છે કે નીતિ આયોગે જીડીપીના 5% એટલે કે લગભગ 10 લાખ કરોડનું પેકેજ તૈયાર કર્યું છે. ગરીબ, કોર્પોરેટ, એનપીએ, MSMEs, આરોગ્ય પર સૌથી વધુ ભાર આપવામાં આવશે.

RBI ના મોટા નિર્ણય

રિવર્સ રેપો રેટ 4% થી ઘટાડીને 3.75% કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ ઘટતાં બેંકો વધુ લોન આપશે. NBFCs, MFIs ને માટે TLTRO-2.0 કરશે. TLTRO-2.0 માં રૂ.50,000 કરોડથી શરૂ કરવામાં આવશે. TLTRO-2.0 50,000 કરોડથી ઉપર પણ વધશે. નાબાર્ડ, SIDBI, NHB ને ભંડોળ એકઠું કરવામાં મુશ્કેલી પડી રહી છે. આરબીઆઈ NABARD ને 25,000 કરોડ રૂપિયા આપશે, જ્યારે NHB ને 10,000 કરોડ આપશે.

બેંકોને 90 દિવસની રાહત આપી

આરબીઆઈએ એનપીએના નિયમોમાં બેંકોને 90 દિવસની રાહત આપી છે. Moratorium ની અવધી એનપીમાં નહીં આવે. તો કોમરસિયલ રિયલ્ટી પ્રોજેક્ટ લોનને 1 વર્ષનું એક્સટેન્સન મળ્યું છે. આરબીઆઈએ બેંકોની એલસીઆર આવશ્યકતાને 100% થી ઘટાડીને 80% કરી દીધી છે. આગળની સૂચનાઓ સુધી બેંકો નફામાંથી ડિવિડન્ડ નહીં આપે. આરબીઆઈના ગવર્નરનું કહેવું છે કે પરિસ્થિતિને જોતા વધુ નિર્ણય લેવામાં આવી શકે છે.

સંભવિત કોરોના પેકેજ : સુત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિ આયોગે કોરોના પેકેજ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. જેમાં 10 લાખ કરોડથી વધુનું પેકેજ શક્ય છે. સરકાર કોરોના પેકેજ માટે જીડીપીના 5% જેટલો ખર્ચ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારનું ધ્યાન ગરીબ, કોર્પોરેટરો, એનપીએ, MSMEs, આરોગ્ય પર રહેશે. સાથે જ સરકાર FISCAL DEFICIT 10.5% સુધી લઈ જઈ શકે છે. 19.5 કરોડ કામદારો માટે 3.1 લાખ કરોડ આપી શકે છે. સરકાર આરોગ્ય માટે વધારાના 70,000 કરોડનો ખર્ચ પણ કરી શકે છે. NPAs માટે 1.7 લાખ કરોડની જાહેરાત કરી શકે છે. આરબીઆઈ આર્થિક ભારનો એક ભાગ સહન કરી શકે છે.

નીતિ આયોગનું અનુમાન

આ દરમિયાન, નીતિ આયોગે એવો અંદાજ જાહેર કર્યો છે કે જો નાણાકીય વર્ષ 2021 ના ​​પહેલા ક્વાર્ટરમાં લોકડાઉન ચાલુ રહેશે તો જીડીપીમાં 2-3% ઘટાડો થશે જ્યારે Q2, Q3, Q4 માં જો લોકડાઉન ચાલુ રહેશે તો જીડીપી 8-10% નો મોટો આંચકો લાગી શકે છે. છે. Q1 માં એરલાઇન્સ, હોટલને 70-75% નો ઝટકો લાગ્યો છે. તે જ સમયે, ઓટો, રિયલ્ટી અને મોટા ઉદ્યોગોમાં 50% નો ઝટકો લાગ્યો છે. ટેક્સટાઈલ, મેટલ, માઇનિંગ પર પણ લોકડાઉનની અસર જોવા મળી છે. મજૂરોમાં બેરોજગારી, અશાંતિનું જોખમ વધ્યું છે.

READ ALSO

Related posts

59 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક આવ્યો ગુરુ! હવે 107 વર્ષ પછી ફરી થશે આવી ઘટના, આટલા કિલોમીટર દૂર

Damini Patel

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel
GSTV