GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

લોકડાઉનની છૂટછાટ ભારે પડી : 1 દિવસમાં સૌથી વધુ મોત અને પોઝિટીવ કેસ, 7113 કેસ આવ્યા નવા

Corona

વિશ્વમાં કોરોના દર્દી ધરાવતો ભારત 10 મો દેશ બની ગયો છે. 1.34 લાખ દર્દીઓ સાથે ઈરાન 10મો દેશ હતો પરંતુ ઈરાનને પાછળ રાખીને ભારત લોકડાઉનમાં કોરોના પોઝીટીવ દેશોમાં વિશ્વમાં એકથી 10માં પોતાનું નામ નોંધાવી ચૂક્યો છે. ભારતમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાનો આંક પણ ગઈ કાલે રેકોર્ડબ્રેક રહ્યો છે. ભારતમાં 16 મેના રોજ કુલ આંક 90 હજાર હતો દેશમાં 17 મે પછી આ આંક 5 હજાર પ્લસ જ રહ્યો છે. દેશમાં 20 મે બાદ આ આંક 5700 પ્લસ નોંધાયો છે. દેશમાં 1 અઠવાડિયામાં જ 42837થી વધારે કેસ નોંધાયા છે. દેશમાં મોતનો આંક પણ સતત વધી રહ્યો છે. દેશમાં ગઈ કાલે સૌથી ઊંચો આંક રહ્યો છે. એક દિવસીય પોઝીટીવ કેસમાં અત્યાર સુધીમાં છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ગઈ કાલે 7 હજાર પ્લસનો આંક નોંધાયો છે. તો મોતનો આંક પણ અત્યાર સુધીનો સૌથી ઊંચો આવ્યો છે. દેશમાં અત્યાર સુધી 17 મેના રોજ સૌથી વધુ 152 લોકોના મોત થયા હતા. જ્યારે ગઈ કાલે મોતનો આંક પણ ઊંચો રહેતા એક દિવસીય મોતનો આંક પણ 24 મેના સૌથી ઊંચો રહ્યો છે. 24 મેના રોજ દેશમાં સૌથી વધુ 156 લોકોના મોત થયા છે.

પાંચ દિવસમાં જ્યારે સૌથી વધારે કેસ આવ્યા 

તારીખ કેસ
24 મે7113
23 મે6665
22 મે6570
19 મે6154
21 મે6025

તામિલનાડુ, દિલ્લીમાં રિકવરી આંક અને મહારાષ્ટ્ર ગુજરાતમાં એક્ટિવ આંક ઊંચા

ભારતમાં સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં થયું છે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 50 હજારને પાર થયો છે. દેશમાં સૌથી વધારે સંક્રમિત રાજ્ય મહારાષ્ટ્રમાં મોતનો આંક પણ 1635 થઈ ગયો છે. તો મહારાષ્ટ્રમાં અત્યારે 50231 લોકો પોઝીટીવ થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 14,600 લોકો સાજા થયા છે. જ્યારે 34 હજાર કરતાં પણ વધુ કેસ હજુ પણ એક્ટિવ છે.
તામિલનાડુમાં પણ કોરોનાસંક્રમણના આંક 16 હજારને પાર થઈ ચૂક્યો છે. તામિલનાડુમાં રિકવરી દર ઊંચો છે. તામિલનાડુમાં અત્યાર સુધી 8324 લોકો સાજા થયા છે તો 112 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં હજુ 7841 કેસ એક્ટિવ છે. તામિલનાડુમાં એક્ટિવ કેસ કરતાં રિકવરી દર ઊંચો રહ્યો છે.

કોરોના

સંક્રમણથી ક્યાં કેટલા મોત?

રાજ્ય મોત
મહારાષ્ટ્ર1635
ગુજરાત858
મધ્યપ્રદેશ290
પશ્વિમ બંગાળ272
રાજસ્થાન163
દિલ્હી261
ઉત્તરપ્રદેશ161
તેલંગાણા53
કર્ણાટક42
પંજાબ40
જમ્મુ-કાશ્મીર21
હરિયાણા16
બિહાર11
ઝારખંડ04
હિમાચલ પ્રદેશ04
ચંદીગઢ04
કેરળ06
આસામ04
ઉત્તરાખંડ03
મેઘાલય04
ઓરિસ્સા07
કુલ4024

ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ પણ 14 હજારને પાર થયા છે. ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુ દર લગભગ 7 ટકા જેવો ઊંચો રહ્યો છે. ગુજરાતમાં એક્ટિવ કેસ 52 ટકા જેટલા છે.
ગુજરાત બાદ દિલ્લીમાં પણ કોરોના સંક્રમણના આંક 13 હજારથી વધારે થયા છે તામિલનાડુમાં એક્ટિવ કેસ કરતાં ક્લોઝ કેસ વધારે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસના આંક ઊંચા છે. રિકવરી આંક નીચા છે. તામિલનાડુ અને દિલ્લીમાં રિકવરી આંક એક્ટિવ કેસ કરતા ઊંચા છે.

Read Also

Related posts

વિકાસનું એન્કાઉંટર: 5 લાખનો ઈનામી, 250 રૂપિયામાં ઝડપાયો, 500 રૂપિયામાં થયો ઠાર

Pravin Makwana

ડિસ્કાઉન્ટના ચક્કરમાં ફસાયા હજારો ગ્રાહકો, આ એક ભૂલથી રોકાયું વાહનોનું રજીસ્ટ્રેશન

Mansi Patel

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!