GSTV

લોકડાઉન રિટર્ન: અહીં 10 જિલ્લામાં આજ રાતથી લાગશે લોકડાઉન, ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ, પેટ્રોલ પંપ પર નહીં મળે કોઈને પણ પેટ્રોલ

છત્તીસગઢમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાયપુર જિલ્લામાં પ્રશાસન દ્વારા 21 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને શનિવારના રોજ જણાવ્યુ હતું કે, રાયપુરમાં જિલ્લાધિકારી એસ ભારતી દાસને એક આદેશ જાહેર કર્યો છે, કે, રાયપુરમાં કંટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો છે.

આજ રાતથી લાગૂ થશે લોકડાઉન

આ આદેશ 21 સપ્ટેમ્બર રાતના નવ વાગ્યાથી 28 તારીખ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. છત્તીસગઢમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસને ધ્યાને રાખી રાયપુર શહેરમાં 26 હજારથી પણ વધારે કેસ આવ્યા છે. દરરોજ નવસોથી હજારની આસપાસ કેસો આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે, તમામ પ્રકારના પ્રયાસો કરવા છતાં પણ સંક્રમણ ઘટવાનું નામ નથી લેતું. ત્યારે હવે આ બાબતની ગંભીરતા જાણી રાયપુર જિલ્લામાં કંન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવા આવશ્યક થઈ ગયા છે.

જિલ્લાની સરહદો કરી સીલ

આ નવા આદેશ મુજબ રાયપુર જિલ્લાની તમામ સરહદો સીલ કરી દેવામાં આવશે. આ સમય દરમિયાન ફક્ત મેડિકલ સ્ટોર જ નિર્ધારિત સમયમાં ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મેડિકલ સ્ટોરવાળા પણ દવાઓ ઘરે આપી જવાની વાતને પ્રાધાન્ય આપી રહ્યા છે. પેટ્રોલ પંપ વાળા ફક્ત શાસકીય વાહન, હોસ્પિટલના વાહનો અને એમ્બ્યુલન્સ જેવા વાહનોને જ પેટ્રોલ આપશે. આ માટે પહેલાથી ઈ પાસ લેવાનો રહેશે. બાકી અન્યોને પેટ્રોલ પણ મળશે નહીં.

10 જિલ્લાને કર્યા સીલ

અધિકારીઓએ જણાવ્યુ હતું કે, રાયપુર જિલ્લા ઉપરાંત અન્ય શહેરી વિસ્તારોમાં લોકડાઉન લગાવ્યુ છે. જેમાં બિલાસપુર શહેરમાં 22 સપ્ટેમ્બરની સવારે 28 સપ્ટેમ્બરની મધ્ય રાત્રિ સુધી દુર્ગ અને ભિલાઈ શહેર સહિત અન્ય છ શહેરી વિસ્તારોમાં 20થી 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન રહેશે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યુ હતું કે, આ સાથે જ સરગુજા જિલ્લામાં સંપૂર્ણ અંબિકાપુર નગર નિગમ વિસ્તારમાં 21 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી મધ્યરાત્રિ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

હે રામ ! દહન થાય તે પહેલા જ કોઈ કરી ગયુ રાવણનું અપહરણ, પૂતળૂ ઉઠાવી ગઈ પબ્લિક

Pravin Makwana

ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ

pratik shah

માત્ર છોકરાઓ નહી છોકરીઓ પણ કરે છે ફ્લર્ટ, આ સંકેતથી તમને મળશે જવાબ!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!