GSTV
Amreli Junagadh Patan Surendranagar Trending ગુજરાત

રાજ્ય સરકાર નિર્ણય કરે કે ન કરે, ગુજરાતના જિલ્લાઓ થઈ રહ્યા છે સાવધ, આટલા જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો નિર્ણય જાહેર કર્યો

પાટણ જિલ્લામાં પણ મંગળવારથી સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે 7 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાતને લઈ બજારોમાં ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાટણ શહેર સહિત હારીજ, સમી, ચાણસ્મા, રાધનપુરના બજારોમાં લોકો જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લેવા ઉમટી પડયા હતા.બજારોમાં ભારે ભીડ થવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

સાયલામાં છ દિવસનું લોકડાઉન

સાયલા ગામમાં છ દિવસ સુધી સ્વેચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. આગામી 21 થી 25 તારીખ સુધી સાયલા બંધ રહેશે. સાયલા વેપારી મંડળની સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તારીખ 21થી 25 સુધી આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયના તમામ નાના-મોટા ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

જૂનાગઢમાં આંશિક લોકડાઉન

જુનાગઢ માંગરોળમાં આજથી તમામ વેપારીઓ તેમજ ધંધાદારીઓએ સ્વૈચ્છીક આંશિક લોકડાઉનનુ એલાન કર્યુ છે.માંગરોળમાં સવારથી બપોરના 2 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રહેશે. ત્યાર બાદ દુકાનો બંધ રહેશે.

અમરેલીમાં લોકડાઉન

અમરેલી શહેરમા કોરોના સંક્રમણ વધતા વેપારી ઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરાયુ છે. અમરેલી શહેરના વિવિધ વેપારી સંગઠન દ્વારા આજ થી 7 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે.જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ને બાદ કરતા સમગ્ર શહેર બંધ મા જોડાયુ છે.

કોરોનાની ચેન તોડવા અંબાજીમાં લોકડાઉન

યાત્રાધામ અંબાજીમા કોરોનાના કેસમાં સતત વધારો થતા ગ્રામસભાનું આયોજન કરાયું છે.ગ્રામસભામા અંબાજી પંચાયત,અંબાજી પોલીસ,આરોગ્ય વિભાગ સાથે ગ્રામજનો હાજર રહ્યાં હતા.કોરોનાની ચેન તોડવા માટે લોકોને કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. અંબાજીનું માર્કેટ તારીખ 21,22 અને 23 તારીખે સ્વૈચ્છીક રીતે સંપૂર્ણ બંધ રાખવા અપીલ કરાઇ હતી. 45 વર્ષના દરેક અંબાજી વાસીને કોરોના વેક્સિનેશનની રસી આપવા માટે અંબાજી ગ્રામપંચાયતના 18 સભ્યોને પણ જવાબદારી સોંપાઈ છે.

શહેરામાં ત્રણ દિવસનું બંધ

પંચમહાલના શહેરામાં કોરોનાનો કેર વધતા વહીવટી તંત્ર ચિંતીત થયું હતુ.શહેરા મામલતદાર અને નગર પાલિકા ચીફ ઓફિસરે વેપારીઓ સાથે બેઠક કરી હતી..જેમાં બજારો ત્રણ દિવસ સપૂર્ણ બંધ રાખવાનો  નિર્ણય લેવાયો હતો..

READ ALSO

Related posts

ના હોય! / યુપીમાં ઉંદરની હત્યાના આરોપમા યુવકની ધરપકડ બાદ જામીન પર મુક્તિ, ફોરેન્સિક રિપોર્ટેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Kaushal Pancholi

પંચાંગ તા.2-12-2022, શુક્રવાર: આજે માગશર સુદ દસમ, જાણો આજના ચોઘડિયા અને શુભ મુહૂર્ત

Kaushal Pancholi

માર્કેટ યાર્ડોમાં મગફળીની ધૂમ આવક, ક્રૂડ સસ્તું થયું છતાં ન તેલ સસ્તું થયું,ન ઈંધણ! સિંગતેલમાં વધુ 20નો વધારો

pratikshah
GSTV