GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

કોરોનાની મહામારીની અસર અનાજ કરિયાણા માર્કેટ પર પડી છે. ઘણા નફાખોરો અનાજ, કરિયાણાના બમણા ભાવ વસુલે છે. સામે હોલસેલર્સ પાસે પણ અનાજનો જથ્થો ઘટી રહ્યો છે. અમદાવાદની અનાજ કરિયાણાની દુકાનો પર કરેલ એક રિપોર્ટ અનુસાર અમદાવાદના સૌથી પ્રખ્યાત બજારો બંધ હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાલુપુર અને માધુપુરા જેવા મોટા માર્કેટ બંધ હોવાના કારણે તેની અસર હવે છૂટક બજારમાં જોવા મળી છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી અમદાવાદની માર્કેટમાં અનાજ આવે છે. ત્યાં લોકડાઉનની પરિસ્થિતિના કારણે પૂરતા પ્રમાણમાં મજૂરો મળતા નથી તેમજ અન્ય કારણોસર અનાજ અને કઠોળનો પૂરતો જથ્થો આવતો નથી.

હોલસેલના વેપારીઓ પણ હવે બેફામ ભાવ વસૂલવા લાગ્યા

છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી હોલસેલના વેપારીઓ પણ હવે બેફામ ભાવ વસૂલવા લાગ્યા છે.
કઠોળની વસ્તુઓમાં પણ 20 ટકા ભાવ વધારો કરવામાં આવ્યો છે. લોકડાઉનના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પુરતું કઠોળ આવતું નથી જેથી કેટલાક વેપારીઓ પાસે માલ રહ્યો નથી. વેપારીઓ જેટલો માલ છે તેને ડબલ ભાવે વેચી રહ્યા છે. લોકોમાં ફરી લોકડાઉનનો ભય છે. જેથી લોકો રેગ્યુલર જીવન નિર્વાહ માટે 1 કિલો વસ્તુ ખરીદતા હતા તે હવે 5- 5 કિલો વસ્તુઓ ખરીદી સ્ટોક કરી રહ્યા છે. જેથી સ્ટોક ખતમ થવા લાગ્યા છે. કઠોળના ભાવની વાત કરીએ તો,

કઠોળના ભાવ

કઠોળહાલનો ભાવપહેલાનો ભાવ
મગ૧૧૦૮૦
મઠ૧૦૦૮૦
ચણા૬૫૫૦
વાલ૯૦૭૦
તુવેર૯૦૭૦
અળદ૧૧૦૯૦
ચોળા૯૦૭૦
કાબુલી ચણા૧૧૦૮૦
વટાણા૧૬૦૧૧૦

સામાન્ય દિવસોમાં અનાજની હોમ ડિલિવરી અપાતી હતી. પરંતુ હવે લોકડાઉનના કારણે ટેમ્પોના ડ્રાઈવર અને મજૂરો મળતા જ નથી જેથી હોમ ડિલિવરી પણ અનિશ્ચિત થઈ ગઈ છે. જેથી સામાન્ય વર્ગની હાલત કફોડીને કફોડી બનતી જાય છે.

READ ALSO

Related posts

પૂજા ભટ્ટે કંગનાને અહેસાન યાદ કરાવ્યો, ભટ્ટ દ્વારા લોન્ચ કરાઈ હતી

Mansi Patel

આ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો જ ફાયદો થશે એવી છે ઑફર

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના બનાવી રહ્યો છે રોજ રેકોર્ડ પર રેકોર્ડ: નવો રેકોર્ડ 24 કલાક પણ ટકતો નથી એટલા વધી રહ્યાં છે કેસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!