GSTV
Gujarat Government Advertisement

લોકડાઉનમાં પૈસા ઉપાડવા ATM ના ધક્કા નહી ખાવા પડે, દેશની 2 પ્રાઈવેટ બેન્ક આપી રહી છે નવી સુવિધા

Last Updated on April 11, 2020 by Ankita Trada

કોરોના વાયરસના પ્રકોપના કારણે દરેક લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તે માટે દેશભરમાં લોકડાઉન પણ અમલમાં કરવામાં આવ્યુ છે. આ લોકડાઉનની વચ્ચે દેશની મોટી બેન્કોએ ગ્રાહકોને એક શાનદાર સુવિધાની શરૂઆત કરી છે. જે હેઠળ તમારે કેશ કાઢવા માટે તમારા વિસ્તારના ATM મશીન જવાની જરૂરિયાત પડશે નહી. કારણ કે, પ્રાઈવેટ સેક્ટરની ICICI બેન્ક હવે મોબાઈલ ATM વેન સુવિધા આપી રહ્યુ છે.

મોબાઈલ એટીએમ

આ એટીમ વેન કેટલીક ખાસ શેરી અને વિસ્તારોમાં ઊભી કરવામાં આવશે. વેન ATM ની સુવિધા સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મળશે. મોબાઈલ એટીએમમાં તે તમામ કામ પતાવવામાં આવશે, જે સામાન્ય એટીએમમાં કરવામાં આવી શકે છે. મતલબ કે, બેલેન્સ ચેક, પિન ચેન્જ, ફંડ ટ્રાન્સફર જેવી સુવિધાઓ મળશે.

ગ્રાહકોને મોબાઈલ એટીએમ સુવિધા

જોકે, ICICI પહેલા જ HDFC બેન્ક પણ પોતાના ગ્રાહકોને મોબાઈલ એટીએમ સુવિધા આપી રહ્યુ છે. HDFC બેન્કે મોબાઈલ એટીએમને કોઈ ખાસ સ્થાન પર નક્કી કરેલી સમયમર્યાદા માટે રાખવામાં આવશે. આ સમયમર્યાદા દરમિયાન મોબાઈલ એટીએમ વેન સવારે 10થી સાંજે 5 વાગ્યાની વચ્ચે 3 થી 5 જગ્યાઓ પર રહેશે.

એટીએમને ક્યાં રાખવામાં આવશે ?

આ એટીએમને ક્યાં રાખવામાં આવશે અને તેના વિશેનો નિર્ણય સંબંધિત શહેરોની નગરપાલિકા સાથે વાતચીત કર્યા બાદ કરવામાં આવશે. હાલમાં તો આ સુવિધાને હવે ગ્રાહક પોતાના દરવાજા પર ઊભેલી એટીએમ વેનમાંથી કેશ કાઢવામાં સક્ષમ હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!