GSTV
Gujarat Government Advertisement

પોલીસને જોઈ પતિ એવો ફફડ્યો કે પત્નીને કારમાંથી ઉતારી ભાગ્યો, પત્નીને પણ દોડાવી પણ ના મારી બ્રેક

Last Updated on April 13, 2020 by Mayur

લોકડાઉનમાં બિનજરુરી રીતે બહાર નીકળનારા સામે સખત કાર્યવાહી થતા કેટલાક બહાર નીકળી રહ્યા છે. વેસુ રોડ પર એક રમૂજી કિસ્સો બની ગયો. દંપતી કારમાં બહાર નીકળ્યું હતું પણ ચાર રસ્તા પાસે પોલીસને જોઇને પતિ પત્નીને ત્યાં જ ઉતારીને કાર લઇને ભાગી ગયો હતો. પત્નીએ લગભગ પાંચસો મીટર સુધી પતિની કાર પાછળ દોડી હતી પણ પતિ રોકાયો જ નહોતો.

પોલીસે અટકાવવા ઈશારો કર્યો

પતિ-પત્ની કારમાં નીકળ્યા હતા. અને અહી ચાર રસ્તા પર પોલીસે અટકવાનો ઇશારો કરતા પતિએ પત્નીને ઉતારી દીધી હતી અને કાર લઇને ભાગી ગયો હતો.બેબાકળી બની ગયેલી પત્ની પણ પતિને બુમો મારતા કારની પાછળ દોડવા લાગી હતી. પણ પતિ રોકાયો જ નહોતો. પત્ની પાંચસો મિટર દોડી પછી અટકી ગઇ હતી. જેથી સ્થળ હાજર મહિલા પોલીસ ખાટુ શ્યામ મંદિરની ગાડી લઇને મહિલાને સ્થળ ચાર રસ્તા પર પરત લઇ આવી હતી. ત્યારબાદ પતિને કોલ કરીને બોલાવવા કહ્યું હતું. જોકે, પતિ 15-20 મિનિટ બાદ સ્થળ પર હાજર થયો હતો.

પત્નીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ

જોકે, પોલીસે બંનેને સમજાવીને છોડી મુક્યા હતા. પણ આ વખતે પત્નીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થયેલો જોવા મળ્યો હતો. ઘરે ગયા બાદ પત્નીએ પતિના શું હાલ કર્યા તે જાણવા મળ્યું નથી. પણ આકરી ગરમીમાં સ્થળ પર હાજર લાકોને હળવું મનોરંજન મળ્યું હોય તેવો અનુભવ થયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

CBSE ધોરણ 12નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષના દેખાવના આધારે અપાશે, કેન્દ્રની ફોર્મ્યુલાને સુપ્રીમની મંજૂરી

pratik shah

CBSE ફોર્મ્યુલાથી નુકસાન થાય તેમ હોવાથી સરકારે પેટર્ન બદલી, ધો.૧૨ના પરિણામમાં ધો.૧૦ના 50 અને ધો11ના 25 ટકા ગણાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!