GSTV

અપના સપના મની મની / લૉકડાઉનના કારણે ઘરમાં પુરાયેલા લોકોએ પૈસા કમાવવા અપનાવ્યો આ રસ્તો

Last Updated on June 18, 2021 by pratik shah

કોરોનાને કારણે ઘરની ચાર દિવાલોમાં પૂરાઈ રહેવાની ફરજ પડતાં સંખ્યાં બંધ લોકો શેરબજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કરવામાં પડી રહ્યા હોવાનું જાઁણવા મળી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં જ ડિમેટ એકાઉન્ટ ધારકોની સંખ્યા ૩.૫૯ કરોડથી વધીને ૪.૦૮ કરોડ થઈ ગયા છે. આમ ડિમેટ એકાઉન્ટમાં ૪૯ લાખનો વધારો જોવા મળ્યો છે.

શેર

ડિમેટ એકાઉન્ટની સંખ્યા ૪૯ લાખ વધીને ૪.૦૮ કરોડની થઈ ગઈ


મળતી માહિતી મુજબ ડિમેટ એકાઉન્ટની સંખ્યા ૪૯ લાખ વધીને ૪.૦૮ કરોડની થઈ ગઈ છે. તેની આગળના વર્ષમાં ૪૦ લાખ નવા ડિમેટ એકાઉન્ટ વધ્યા હતા. આ વધારો અંદાજે ૨૨ ટકાનો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડના ડેટા પરથી આ હકીકત ફલિત થઈ રહી છે. ૩૧મી માર્ચ ૨૦૧૯થી ૩૧મી માર્ચ ૨૦૨૦ વચ્ચે આ વધારો થયો છે. ત્યારબાદ પણ ડીમેટ એકાઉન્ટની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

શેરબજાર

શેર્સમાં કે બોન્ડમાં રોકાણ કરવા માટે ડિપોઝિટરીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે

શેરબજારમાં શેર્સમાં કે બોન્ડમાં રોકાણ કરવા માટે ડિપોઝિટરીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે. સિક્યોરિટીજ હવે ડિમેટ એકાઉન્ટમાં જમા આપવામાં આવે છે. જોકે ૨૦૨૦ની સાલમાં માર્કેટ ખાસ્સું તૂટયું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સમાં ૨૩.૮ ટકાનો અને નિફ્ટીમાં ૨૮.૦૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેને પરિણામે બજારમાં રોકાણ કરવાની નવી તક મળી છે. તેથી નવા ઇન્વેસ્ટર્સને આકર્ષક ભાવે બજારમાં રોકાણ કરવાની તક પણ મળી હતી. તેથી નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવનારાઓની સંખ્યામાં દર મહિને સતત વધારો જ જોવા મળ્યો છે.
કોરોનાના કાળમાં લોકોએ ઘરે બેસી રહેવાની નોબત આવી હોવાથી નવી આવક ઊભી કરવા માટે પણ ઘણાં લોકોએ શેરબજારમાં એન્ટ્રી લીધી હોવાનું માનવામાં આવે છે. બજારમાં કરેક્શન આવતા તદ્દન નવા જ રોકાણકારોએ બજારમાં એન્ટ્રી લીધી હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે શેર્સની રિટેઈલ ખરીદીમાં નવું જંગી રોકાણ આવી રહ્યું છે.


સારી ક્વોલિટીના શેર્સમાં રોકાણ કરનારાઓની સંખ્યા પણ વધી જ છે. ક્વોલિટી સ્ટોકમાં કરવામાં આવેલું નવું રોકાણ બજાર માટે તન્દુરર્સ નિર્દેશ આપી રહ્યો છે. બજારમાં સારી શાખ ધરાવતી કંપનીઓના શેર્સમાં રોકાણ વધી રહ્યું છે. હવે શેર્સની સલામતી અને પૈસાની સલામતીને પ્રાધાન્ય આપતા થઈ ગયા છે. લૉકડાઉનના સમયગાલામાં ઇન્વેસ્ટ કરનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. કોરોનાને કારણે લોકેને વર્ક ફ્રોમ હોમ કરવું પડયું. તેથી તેમણે કામની સાથે સાથે શેરબજારના કામ પણ ઓનલાઈન કરવા માંડયા હતા.

બૅન્ક દ્વારા આપવામાં આવતા વ્યાજના દર તળિયે આવી ગયા


બૅન્ક દ્વારા આપવામાં આવતા વ્યાજના દર તળિયે આવી ગયા છે. તેમ જ પોસ્ટ ઑફિસના વ્યાજના દર કેન્દ્ર સરકારે ઘણાં જ નીચે ઉતારી દેવાની જાહેરાત કરી દીધી હતી, પરંતુ પશ્ચિમ બંગાલની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ વ્યાજદર ઘટાડો પાછો ખેંચી લેવાની ફરજ પડી હતી. જૂન પછી કદાસ કેન્દ્ર સરકાર વ્યાજના દર ઓછા કરી શકે તેવી સંભાવના છે. પોસ્ટની બચત યોજનાના પણ વ્યાજદર ઘટી જાય તા અત્યારે સરકારનો સમર્થન આપનારાઓ પણ સ રકાર વિરોધી થઈ જાય તેવી દહેશત સેવવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!