રાજ્યમાં લોકડાઉન ફરીથી થવાનું છે તેવા જે સમાચારો અને વાતો સોશીયલ મિડિયામાં ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણામાં નથી. તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી જે કરફયૂ અમલમાં છે તે યથાવત રહેશે.આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોકડાઉન કે કરફ્યુની બાબત પણ રાજ્ય સરકારની કોઈ વિચારણામાં નથી. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સૌ નાગરિકોને સોશીયલ મીડિયામાં ચાલતા આ સમાચારથી ગેરમાર્ગે નહિ દોરાવાની તેમજ આવા પાયા વિનાના સમાચારો અંગે કોઈ ગભરાટ પણ ના રાખવાની અપીલ કરી છે.
READ ALSO
- દિલ્હી આંદોલનના પડઘાં ગુજરાતમાં, 100 ટ્રેકટરો સાથે રાજ્યના અન્નદાતા કિસાન પરેડમાં જોડાશે: રૂપાણી સરકારીની ઉડી ઉંઘ
- બુલેટ ટ્રેન પ્રોજેકટ/ સમુદ્ર નીચે સુરંગ બનાવવા માટે 7 ભારતીય કંપનીએ દેખાડયો દમ
- પેટ્રોલ-ડીઝલના ભાવે ભારતીયોની કમર તોડી: પાકિસ્તાનમાં ભારતથી અડધી કિંમતે પેટ્રોલ, દેશ આ નાનકડા ગામમાં સૌથી મોંઘુ
- દર મહિને કરો 30 હજાર સુધીની કમાણી, સરકાર સાથે મળી 2.50 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ
- દુ:ખદ: પાલનપુરના માનસરોવરમાં બેકાબુ ડમ્પર ચાલકે મજુરોને કચડ્યા, એકનું મોત અને બેની હાલત ગંભીર