GSTV

લોકડાઉનમાં દાન આવતું બંધ થતા ગૌશાળાની હાલત કફોડી, સરકારે આંખ આડા કાન કરતા ગૌસેવકોએ આપી આંદોલનની ચીમકી

બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની ગેળા ખાતે બેઠક મળી હતી. કોરોનામાં ગૌશાળા પાંજરાપોળને મળતું દાન બંધ થઈ જતા સંસ્થાઓ દેવામાં આવી ગઇ છે. છેલ્લા 4 મહિનાથી સંચાલકો સરકારમા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી.

જેના કારણે આજે બજરંગ ગૌશાળા ગેળા ખાતે મોટી સંખ્યામાં ગૌસેવકો એકઠા થયા હતા. આજની બેઠકમાં આંદોલનની રણનીતિઓ ઘડવામાં આવી હતી. ગણેશ ચોથના બીજા દિવસેથી ઉગ્ર આંદોલન શરૂ થશે. અલગ અલગ ગૌશાળા પાંજરાપોળ પોતાના વિસ્તારની સરકારી કચેરીમા પશુ છોડવામા આવશે તેવું નક્કી કરાયું છે. જૂન અને જુલાઈ મહિનાની બાકી સહાયની રકમની માંગ કરવામાં આવી હતી. સાથે જ એપ્રિલ અને મેં માસમાં જે પ્રમાણે 25 રૂપિયા આપ્યા તે પ્રમાણે સહાયની માંગ કરી હતી.

READ ALSO

Related posts

BSNL એ ગ્રાહકોને આપી મોટી ભેટ, આ સ્પેશિયલ પ્લાનની સમયર્યાદા ડિસેમ્બર સુધી વધારાઈ

Ankita Trada

IPL 2020: ઓનલાઈન લાઈવ આઈપીએલ મેચ જોવા માટેના આ છે પાંચ બેસ્ટ ઓપ્શન, જોજો રહી જતા

Karan

દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય: કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખી આપ્યો આદેશ, આ તારીખ સુધી બંધ રહેશે શાળાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!