GSTV

લોકડાઉનમાં બહાર નિકળેલી પાંચ યુવતિઓ સાથે ગેંગરેપ, એકની હત્યા

મહિલા

Last Updated on April 11, 2020 by

લોકડાઉન વચ્ચે ઝારખંડમાં એક શર્મનાક ઘટના સામે આવી છે. અહિયા અલગ અલગ જગ્યાઓ પર બહાર નિકળેલી યુવતિઓ પર સામૂહિક બળત્કારની ઘટના સામે આવી છે. પહેલી ઘટના ખૂંટી જિલ્લામાં બની જ્યારે બીજી ઘટના ગુમલા ટાઉન પાસે બની. બન્ને જગ્યા બે બે યુવતિઓને હવસનો શિકાર બનાવવામાં આવી. તો બીજી તરફ ઠઢિયારામાં લોકડાઉન દરમિયાન ઘરની બહાર નિકળેલી એક વિદ્યાર્થિની બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી.

12 લોકો સામે કેસ દાખલ

ગુમલાની ઘટનામાં 12 લોકો સામે કેસ દાખલ કરવમાં આવ્યો છે. તો કર્રાની ઘટનામાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કર્રાની ઘટના ત્યારે બની જ્યારે બન્ને યુવતિઓ તેની સહેલીઓ સાથે બહાર બેઠી હતી ત્યારે ગામના 9 યુવકો ત્યા પહોંચ્યા અને તેમની સાથે જબરજસ્તી કરવા લાગ્યા આ દરમિયાન ત્રણ નાબાલિક ભાગવામાં સફળ રહી, જ્યારે અન્ય બે નાબાલિક સાથે હેવાનોએ દુષ્કર્મ આચર્યું.

દેવધરમાં વિદ્યાર્થિની હત્યા

દેવધરમાં બહાર નિકળેલી વિદ્યાર્થિની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી. મૃતકના પિતાના કહેવા અનુસાર વિદ્યાર્થિની આઠ એપ્રીલે બપોરે ત્રણ વાગ્યે પાસેના ગામમાં સાઈકલ લઈને કપડા સિવડાવવા ગઈ હતી. ત્યાર બાદ ઘરે પરત ફરી નહી. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ કરી પરંતુ પોલીસે મામલાને ગંભીરતાથી ન લીધો. ત્યાર બાદ શોધખોળ કરતા જંગલમાથી ક્ષતિગ્રસ્ત હાલતમાં બાળકીની લાશ મળી.

હુ અને મારી પત્ની ઘરે નથી હોતા ત્યારે

મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું કે જ્યારે હુ અને મારી પત્ની ઘરે નથી હોતા ત્યારે શિવનગરનો રહેવાશી વિષ્ણુ યાદવ ઘરે આવતો હતો. તેને ગામના બે યુવકો બોલાવતા હતા. બાળકીના પિતાએ આ ત્રણ યુવકો પર બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ત્રણેય સામે નામ જોગ ફરિયાદ દાખલકરી છે.

READ ALSO

Related posts

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ખુશખબર / કેન્દ્રીય કર્મચારીઓને આ મહીને મળશે Double Bonanza!, જુઓ ક્યારે અને કેટલાં ગણો વધશે પગાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!