GSTV

Lockdownમાં કોઈ પણ કોલેજ નહીં લઈ શકે ફી! એન્જિનયરિંગ, MBA સહિત આ કોર્ટના વિદ્યાર્થીઓને મળી રાહત

Lockdown

Last Updated on April 17, 2020 by Arohi

એન્જિનયરિંગ (Engineering), એમબીએ (MBA), એમસીએ, આર્કિટેક્ચર, ફાર્મસી, હોટલ મેનેજમેન્ટ, અપ્લાઈડ આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવા પ્રોફેશનલ કોર્સનો અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે જ્યાં સુધી લોકડાઉન (Lockdown) ખતમ ન થઈ જાય ત્યાં સુધી તે વિદ્યાર્થીઓ પાસેથી ફિસ નહીં માંગે. આ સમયમાં તે શિક્ષકોનું વેતન પણ નહીં રોકે. આટલું જ નહીં તે આ સમય વખતે કોઈની નોકરી પણ નહીં જાય. 

ફી ક્યારે લેવામાં આવશે તે જણાવવામાં આવશે

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ કામ કરનાર એઆઈસીટીઈના સદસ્ય સચિવ પ્રોફેસર રાજીવ કુમારે દરેક કોલેજોને પત્ર લખીને આ વિશે જાણકારી આપી છે. સંગઠને કહ્યું છે કે જ્યા સુધી લોકડાઉન ખતમ ન થાય અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તે વિદ્યાર્થીઓ પાસે ફિસ નહીં માંગે. ફિ ક્યારે લેવાની તે વિશે ફરી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

નહીં જાય નોકરી મળતી રહેશે સેલેરી

નોકરી નહીં જાય અને દરેક કર્મચારીઓને મળશે વેતન મળશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન વખતે કોઈ પણ શિક્ષક અથવા શિક્ષણક્ષેત્રના કર્મચારીઓની નોકરી નહીં જાય. જો કોઈ સંસ્થાએ આવુ કર્યું તો તેણે તરત તેને ફરી નોકરીમાં રાખવા પડશે. તેની સાથે જ સ્પષ્ટ કર્યું છે કે તે સમયનું વેતન પણ આપવાનું રહેશે.

ફરિયાદ મળી હતી માટે ભરવામાં આવ્યા પગલાં

એઆઈસીટીઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફરિયાદ મોકલી હતી. વિદ્યાર્થીની તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમની પાસેથી જબરદસ્તીથી ફિ ભરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સંસ્થામાં કામ કરનાર કર્મચારીઓને નોકરી જવા અને વેતન ન મળવાની ફરિયાદ હતી.

નિયમનુ થયુ ઉલ્લંઘન તો થશે માન્યતા રદ્દ

એઆઈસીટીઈના પત્રમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ કોલેજ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો પછી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે જેમાં અન્ય વાતો ઉપરાંત માન્યતા પણ રદ્દ કરી થઈ શકે છે.

10 હજારથી વધુ કોલેજ

આ સમયે એઆઈસીટીઈથી માન્યતા મેળવનાર દેશ ભરમાં 10487 સંસ્થા અથવા વિશ્વવિદ્યાલય ચાલી રહ્યા છે. તેમાં વર્ષ 2019-20 વખતે કુલ 3284417 વિદ્યાર્થીઓનું કુલ ઈનટેક હતું.

Read Also

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!