GSTV
Cricket Sports Trending

આ ફેમસ ક્રિકેટરને Lockdownનું ઉલ્લંઘન પડ્યુ ભારે, ભરવો પડ્યો આટલાનો દંડ

ભારતીય ક્રિકેટર

ભારતીય ક્રિકેટ ટીમમાં એક સમયે રોબિનસિંઘ સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે જાણીતો હતો. તેણે નિવૃત્તિ લીધા બાદ ફિલ્ડિંગ કોચ તરીકે પણ કામ કર્યું હતું. તેની ચુસ્ત ફિલ્ડિંગ માટે આજેય રોબિનસિંઘને યાદ કરવામાં આવે છે. જોકે આજે તેનો અલગ રીતે ઉલ્લેખ કરાયો છે.

એક સમયના ખ્યાતનામ ઓલરાઉન્ડર રોબિનને લોકડાઉનના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. અત્યારે  આખો દેશ કોરોનાની  મહામારીનો સામનો કરી રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્ર પછી તામિલનાડુમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. એ જ કારણથી ત્યાં લોકડાઉન 30મી જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. ગુરુવારે રોબિનસિંઘ ચેન્નાઈમાં પોતાની કાર લઈને રસ્તા પર નીકળ્યો હતો. તે જ સમયે પોલીસે તેને પકડી લીધો અને લોકડાઉનનો ભંગ કરવા બદલ રૂપિયા 500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

શાકભાજી લેવા નિકળ્યો હતો ક્રિકેટર

સ્થાનિક પોલીસે કહ્યું કે 56 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર પોતાની કાર લઈને શાકભાજી ખરીદવા નીકળ્યો હતો. તે સમયે પોલીસકર્મીઓએ તેને લોકડાઉનનું ઉલ્લંધન કરતા પકડી લીધો અને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત પોલીસે તેની કાર પણ કબ્જે કરી લીધી છે.

Lockdown

ચેન્નાઈ અને તેની સાથેના અન્ય ત્રણ જિલ્લામાં કોરોના વાયરસને ફેલતો અટકાવવા માટે લોકડાઉન 19 થી 30 જૂન સુધી કડક નિયમો સાથે અમલી બનાવવામાં આવ્યું છે. અહીં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જલ્દીથી પ્રસરી રહ્યું હતું. લોકડાઉન નિયમો મુજબ લોકોને જરૂરી ચીજવસ્તુઓ માટે પોતાના ઘરેથી માત્ર બે કિલોમીટર દૂર જવાની જ મંજૂરી છે અને તેમને આ માટે પોતના વાહનનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે.

90ના દાયકામાં હતા બેટ્સમેન

પોતાના કરિયરમાં એકમાત્ર ટેસ્ટ અને 136 વન-ડે ઇન્ટરનેશનલ રમી ચુકેલા રોબિન સિંઘ 90ના દાયકામાં ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરમાં મહત્વનો બેટ્સમેન હતો. વન-ડે ક્રિકેટમાં આ સમય દરમિયાન તે ભારતીય ઇનિંગ્સને સંભાળવા અને જરૂર પડે ત્યારે ઝડપી રન બનાવવા માટે પ્રખ્યાત હતો.

Read Also

Related posts

59 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક આવ્યો ગુરુ! હવે 107 વર્ષ પછી ફરી થશે આવી ઘટના, આટલા કિલોમીટર દૂર

Damini Patel

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel
GSTV