GSTV

Lockdown વચ્ચે પણ રસ્તાઓ પર નાચી રહી છે સારા અલી ખાન, વાયરલ થઈ રહ્યો છે આ Video

સારા

Last Updated on April 8, 2020 by Arohi

કોરોના(Corona) વાયરસના પ્રભાવને રોકવા માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન(Lockdown) લાગી ગયું છે. સામાન્ય માણસોથી લઈને સેલેબ્રિટિ દરે લોકો પોતાના ઘરોમાં કેદ છે. બોલિવુડ સ્ટાર્સ પણ પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે. ઘરે બેઠા આ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ દિવસોમાં બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) પણ પોતાના ઘરમાં છે. પરંતુ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ દ્વારા તે પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ(World Health Day) ના અવસ પર પણ સારા સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી અને તેણે લોકોને આ દિવસની શુભકામનાઓ પણ આપી.

ન્યૂયોર્કના રસ્તાઓ પર ઝુમતી જોવા મળી સારા

સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ન્યૂયોર્કના રસ્તાઓ પર ઝુમતી જોવા મળી રહી છે. વીડિયોમાં રસ્તાના કિનારે એક વ્યક્તિ બેસીને મ્યુઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ વગાડી રહ્યો છે. સારા તે ધુનને સાંભળીને પોતાને રોકી નથી શકતી અને ત્યાં જ મસ્તીમાં નાચવા લાગે છે.

પોસ્ટ સાથે કેપ્શનમાં લખી આ વાત

તેણે પોતાના આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘ક્યોંકિ ખુશ રહેના સ્વસ્થ રહેને કે બરાબર હૈ. માટે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની શુભકામનાઓ. હંમેશા પ્રેરિત અથવા સકારાત્મક રહો. આજ એક રીત છે. ખાસ કરીને હાલમાં જ્યાં આપણે આપણાં ઘરોમાં છીએ, ત્યારે બિલકુલ આમ જ રહો.’

પર્પલ જેકેટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી સારા

તમને જણાવી દઈએ કે સારા આ વીડિયોમાં પર્પલ જેકેટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે અને તેની સાથે જ તેણે ગળા પર સ્કાર્ફ પણ રાખ્યો છે. વાળમાં હેરબેન્ડ લગાવ્યું છે. સારાનો આ અંદાજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરસ થઈ રહ્યું છે. ત્યાં જ કોરોના વાયરસનની વાત કરવામાં આવે તો ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Read Also

Related posts

PF withdrawal: કોઈ પણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વગર ઉપાડી શકશો EPFOમાંથી 1 લાખ રૂપિયા, અરજી કર્યાના બીજા જ દિવસે મળી જશે રૂપિયા

Pravin Makwana

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!