GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

દેશમાં કોરોનાવાયરસનો કહેર જારી છે. કોરોના ઇન્ફેક્શનને નિવારવા ભારતમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ છે. છતાં ભારતમાં કોરોના ઇન્ફેક્શનનાં પ્રસારને અટકાવવામાં પર્યાપ્ત સફળતા મળી નથી. દેશમાં 26 મે સુધી કોરોનાના 1 લાખ 45 હજાર 380 કેસ સામે આવી ગયા છે. એમાંથી 4 હજારથી વધારે લોકોના મૃત્યુ થઈ ગયા છે. પહેલા અને બીજા લોકડાઉનમાં સરકારે ઓછી છૂટછાટો આપી હોવાથી કોરોનાના કેસ નિયંત્રણમાં હતા, પણ ત્રીજા અને ચોથા લોકડાઉનમાં છૂટછાટો વધવાથી આ રોગચાળાના કેસો અને મૃત્યુઆંકમાં વધારો થતો ગયો.

2600થી વધારે લોકોનાં મૃત્યુ

કોરોનાના કેસ કેટલી ઝડપથી વધી રહ્યાં છે એનો અંદાજ તમે આ આંકડાઓ પરથી લગાવી શકો છો. હજુ ત્રણ અઠવાડિયા અગાઉ 4 મેના રોજ ભારતમાં અંદાજે 43,0000 કેસની સાથે મૃત્યુઆંક 1,400 હતો. અને અત્યારે 1 લાખ 45 હજાર 380 કેસો છે અને 4 હજાર 167 લોકોના મૃત્યુ થઈ ગયા છે. એનો સીધો અર્થ એ છે કે, છેલ્લાં ત્રણ અઠવાડિયામાં દેશમાં 1 લાખ 2 હજાર નવા કેસો સામે આવ્યાં અને 2600થી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.

કયા રાજ્યમાં કેટલાં કેસ

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં 52 હજારતી વધારે કેસ છે અને લગભગ 1700થી લોકોના મૃત્યુ થઈ ગયા છે. તમિલનાડુમાં 17 હજારથી વધારે કુલ દર્દીઓ છે. મધ્યપ્રદેશમાં કુલ દર્દીઓનો આંકડો 6859 છે, જેમાં 300 લોકોના મૃત્યુ થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં કુલ કેસની સંખ્યા 6532 છે, જેમાં 165 લોકોના મૃત્યુ થઈ ગયા છે. બિહારમાં દર્દીઓનો આંકડો 2730 છે, જેમાં 13 લોકોના મૃત્યુ થઈ ગયા છે. દિલ્હીમાં કુલ દર્દીઓનો આંકડો 14 હજારને વટાવી ગયો છે. અહીં અત્યાર સુધી 276 લોકોના મૃત્યુ થઈ ગયા છે. રાજસ્થાનમાં કોરોનાના કુલ દર્દીઓ આંકડો 7300 છે, જેમાં 167 લોકોના મૃત્યુ થઈ ગયા છે.

7 દિવસમાં 16 ટકા જિલ્લાઓમાં કોરોનાના કેસમાં 100 ટકાથી વધારે વૃદ્ધિ

ભારતના લગભગ 16 ટકા જિલ્લાઓણાં સાત દિવસની અંદર કોરોનાવાયરસના કેસ 100 ટકાથી વધારે વધ્યાં છે. એમાંથી લગભગ અડધોઅડધ ગ્રીન ઝોનમાં છે. જોકે 717 જિલ્લાઓના આંકડા 20 મે સુધીના છે. નિષ્ણાતો અને આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, આ ઉછાળો મુંબઈ અને દિલ્હી જેવા શહેરોથી પોતાના ઘરે પરત ફરતાં પરપ્રાંતીય મજૂરોને કારણે થયો છે.

છેલ્લાં 24 કલાકમાં 6535 નવા કેસ

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 6 હજાર 535 નવા કેસ સામે આવ્યાં છે અને 146 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યારે 80 હજારથી વધારે એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર કુલ ઇન્ફેક્શટેડ દર્દીઓનો આંકડો 52 હજાર 667 થઈ ગયો છે, જેમાં 1695ના મૃત્યુ થઈ ગયા છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!