GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

હોમલોનના હપતા માટે તમે આ વિકલ્પ પસંદ કર્યો હશે તો બેન્ક આપશે તમને ઝાટકો, આ લાભ નહીં મળે

મોદી સરકાર

સરકારે કોરોનાકાળમાં આવકની તંગીને જોતા લોનના હપ્તા ન ચૂકવવાનો વિકલ્પ આપ્યો હતો. શરૂઆતમાં ત્રણ માસ માટે આપેલ આ વિકલ્પ હવે વધુ ત્રણ માસ એટલે કે છ માસ માટે લંબાવાયો છે પરંતુ, આ રાહત નથી કારણ કે આપણે લોનના હપ્તા પાછળથી વ્યાજ અને વ્યાજના વ્યાજ સહિત ચૂકવવાના જ છે. જોકે આ લોન મોરેટોરિયમ પ્રક્રિયામાં વધુ એક નવો વળાંક આવ્યો છે. જો હવે હપ્તા ન ભરવાનો વિકલ્પ સ્વીકારશો તો અમુક ટેક્સના લાભ જતા કરવા પડી શકે છે. સામાન્ય રીતે લોનની પ્રિન્સિપાલ રકમ એટલે કે લોનમાંથી કપાત થતી રકમ અને ચૂકવવામાં આવતા બંને પર અલગ-અલગ ટેક્સ છૂટ મળે છે તેથી હવે ચાલો સમજીએ કે ટેક્સની આકરણી આ વર્ષે કઈ રીતે થઈ શકશે.

લોનની પ્રિન્સિપાલ રકમ પર ટેક્સ છૂટ

જો તમે લોનના હપ્તા છ માસ સુધી ન ચૂકવાનો વિકલ્પ પસંદ કર્યો છે તો તમે વર્ષ દરમિયાન ચૂકવતા લોનની ઓછી પ્રિન્સિપાલ રકમ ચૂકવશે. ઈન્કમ ટેક્સ એક્ટ, 1961માં સેક્શન 80 C હેઠળ પ્રિન્સિપાલ રકમના ટેક્સ પર 1.50 લાખ રૂપિયા સુધીની ટેક્સ માફી માંગી શકતા હતા. એક વર્ષમાં જો તમે લોનના EMIમાં કુલ 1 લાખ પ્રિન્સિપાલ રકમ તરીકે પરત ચૂકવો છો અને હવે આ વર્ષે છ માસ હપ્તા નહિ ચૂકવો તો 50,000 જ તમે પ્રિન્સિપાલ રકમ પરત ચૂકવશે અને 50,000 આ વર્ષના બાકી રહેશે. હવે ટેક્સની આકરણી સમયે તમે આ વર્ષની બાકી પ્રિન્સિપાલ રકમ(50,000) પર ટેક્સ માફી નહિ માંગી શકો. માત્ર ને માત્ર આ વર્ષે ચૂકવાયેલ પ્રિન્સિપાલ રકમ પર જ ટેક્સ બાદ માંગી શકાશે.

વ્યાજ પર ટેક્સ માફી

પોતાના માટે ખરીદેલ પ્રોપર્ટીના ટેક્સ પર સેક્શન 24(b) હેઠળ હોમ લોનના વ્યાજ પર ટેક્સ માફી મેળવી શકો છો. જોકે આ ઈએમઆઈ મોરેટોરિયમમાં અમુક લોકોને ટેક્સ માફી મળશે અને અમુકને નહિ. જો તમે આરબીઆઈએ આપેલ લોન મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કરશો તો પણ તમે વ્યાજની રકમ પર ટેક્સ બાદ માંગી શકશો. બાકીના વ્યાજ પર ટેક્સ બાદ માંગી શકાશે, ના કે ચૂકવેલ વ્યાજ પર.

READ ALSO

Related posts

આધાર-પૅન લિંક છે કે નહી? આયકર રિટર્ન દાખલ કરતાં પહેલાં અહીં જરૂર તપાસી લો

Mansi Patel

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પડ્યો ભૂવો, ફાયબર ફ્લોરિંગમાં અચનાક પડ્યું ગાબડું

pratik shah

શું તમે આધાર-પાનકાર્ડ લિંક કર્યુ ? આવકવેરો રીટર્ન ફાઇલ કરતાં પહેલા જાણી લો આ ખાસ આ વાત!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!