GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લોકડાઉન : ઓનલાઈન સામાન મંગાવનારાઓ માટે સૌથી સારા સમાચાર આવ્યા છે

14 એપ્રિલ સુધી લોકડાઉન છે. 21 દિવસો માટે. પીએમ મોદીએ પણ કહ્યું છે કે આ એક કર્ફ્યૂ જ છે. જે જનતા કર્ફ્યૂથી વધારે કડક હશે. આ નિર્ણય બાદ ઓનલાઈન સ્ટોર્સની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ જૂના ઓર્ડર નથી આપી શકતી. ગ્રોફર્સ અને બિગ બાસ્કેટ પણ ઓર્ડર ડિલીવર નથી કરી શકતા.

પણ હવે આવું નહીં થાય. ફરી એક વખત આ કંપનીઓની ડિલેવરી શરૂ થવા જઈ રહી છે. ગૃહ સચિવ અને ઈ-કોમર્સ ફર્માની વચ્ચે 25 માર્ચના રોજ એક મીટીંગ થઈ હતી. જેમાં રાજ્યના પોલીસ કમિશ્નર DGP પણ સામેલ હતા.

આ અંગે ફ્લિપકાર્ટ ગ્રુપના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, લોકડાઉન સમયે એ ક્લિયર કરવા માટે કે ઈ-કોમર્સનું કામ જરૂરી સેવા હેઠળ આવશે. અમે સરકાર અને સ્થાનિક પ્રશાસનના આભારી છીએ. સરકારે અમારી સપ્લાઈ ચેન માટે સુરક્ષાનો વિશ્વાસ આપ્યો છે. જેથી અમે અમારી સેવા ફરી એક વખત શરૂ કરી શકીશું. ફ્લિપકાર્ટ હવે રાતના 7 વાગ્યાથી ફરી ડિલેવરી શરૂ કરશે.

આ અંગ્રે ગ્રોફર્સે ટ્વીટ કરી કહ્યું હતું કે, અમે ઓર્ડર લેવાની શરૂઆત કરી દીધી છે. અને તમારા ગ્રોસરી સંલગ્ન સામાનની ડિલેવરી કરવાની શરૂ કરી દીધી છે. અમારી સેવા ફરી શરૂ કરવા માટે સ્થાનિક તંત્ર અમારી મદદ કરી રહ્યું છે.

બિગ બાસ્કેટના પ્રવક્તાએ કહ્યું કે, ગ્રોસરી ડિલેવરી એક જરૂરી સેવા છે. જેથી લોકડાઉન દરમિયાન હંમેશાંની માફક અમે અમારા કામને શરૂ રાખવાના પ્રયત્નો કરીશું. જેમ કે અમે કરતા આવ્યા છીએ. અમે અને અન્ય કંપનીઓ માટે એ જરૂરી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે તાલમેલ રહે. સાથે જ રાજ્ય સરકાર અને પોલીસ વચ્ચે પણ તાલમેલ બની રહે તે પણ જરૂરી છે. જેથી અમારી ડિલેવરી વેન અને બાઈકને પોલીસ ન રોકે. જેથી અમે કોઈ પણ પ્રકારની અડચણ વિના અમારૂં કામ કરી શકીએ.

કેન્દ્ર દ્રારા તમામ રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે, આ સમયે ઈ-કોમર્સ સહિતની તમામ આવશ્યક સેવાઓ ઠપ્પ રહેશે. પણ 25 માર્ચના રોજ કરવામાં આવેલી મીંટીંગ બાદ હવે તમામ વસ્તુઓ ક્લિયર થઈ ગઈ છે. તો બીજી તરફ ઘણી જગ્યાએ બિગ બાજારે પોતાના મોલ દ્રારા ડોરસ્ટેપ ડિલેવરી કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં મુંબઈ, નોઈડા, ગાઝિયાબાદ, દિલ્હી, ઉતરાખંડ, પંજાબ, ગુજરાત, રાજસ્થાન જેવી જગ્યાઓ સામેલ છે. આ માટે બિગબજાર દ્રારા ટ્વીટર પર વિવિધ વિસ્તારોના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!