GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Lockdown બાદ CNG કાર ચલાવવી થઈ સસ્તી, સરકારે લીધો આ મોટો નિર્ણય

lockdown

ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઈજીએલ) એ ગુરુવારે સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો કર્યો છે. આઇજીએલે જણાવ્યું છે કે નવા દરો 3 એપ્રિલથી સવારે 6 વાગ્યે અમલમાં આવ્યા છે. આનો અર્થ એ કે લોકડાઉન પછી સીએનજી કાર ચલાવવી સસ્તી થઈ છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સીએનજીની કિંમત પ્રતિ કિલો દીઠ 3.2 રૂપિયા ઘટાડવામાં આવી છે.  ઘરોમાં પહોંચાડાતા પાઇપ ગેસ (પી.એન.જી.) ની કિંમત દર ઘનમીટર દીઠ 1.55 રૂપિયા ઘટાડો કરાયો છએ. બંને દર નવી દિલ્હી માટે લાગુ થશે.

નોએડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3.60 રૂપિયાનો ઘટાડો કરાયો છે.  1 એપ્રિલના પ્રથમ ભાગમાં  ઘરેલું કુદરતી ગેસના ભાવમાં પણ 26 ટકાનો ઘટાડો થયો છે.

 શું રહેશે નવો ભાવ

રાજધાની દિલ્હીમાં ગેસના ભાવ ઘટાડા પછી 1 કિલો સીએનજીનો ભાવ હવે 42 રૃપિયા થઈ ગયો છે. તો  બીજી તરફ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં ભાવ પ્રતિ કિલો 47.74 રૂપિયા પર પહોંચી ગયા છે. અહીં પીએનજીની નવી કિંમત 1.65 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર છે. સીએનજીને મુઝફ્ફરનગરમાં 65.55 રૂપિયે કિલો, કરનાલમાં  રૂ. 49.85 પ્રતિ કિલો અને ગુરુગ્રામમાં 54.15 રૃપિયે કિલો સીએનજી ગેસ મળશે.

દર 6 મહિનામાં કિંમતો નક્કી કરવામાં આવે છે

કુદરતી ગેસના ભાવ દર વર્ષે 1 એપ્રિલ અને ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવે છે. 1 એપ્રિલે ભાવ સમીક્ષા પછી, આ કપાતની જાહેરાત કરવામાં આવી છે. કુદરતી ગેસનો ઉપયોગ ખાતર અને વીજળી ઉત્પાદનમાં થાય છે.

Read Also

Related posts

મોદી સરકારને 14 દિવસ ભારે પડ્યા છતાં જાહેર થયું અનલોક-1, આ આંકડાઓ વાંચશો તો ઘરમાંથી બહાર નહીં નીકળો

Dilip Patel

તારક મહેતા સિરિયલની ટીમમાં સૌથી અમીર કોણ? જેઠાલાલ, બબીતા કે પછી…

Mansi Patel

લોકડાઉનમાં ધોની મિકેનિક બની ગયો છે, પ્રથમ વખત ઈન્સ્ટા પર લાઈવ આવી પત્ની સાક્ષીએ કર્યો ખુલાસો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!