કોરાના રોગચાળાને લઈને અમદાવાદમાં લોકડાઉન તથા અમુક વિસ્તારોમાં કરફ્યુના અમલનું પોલીસ દ્વારા કડક રીતે પાલન કરાવવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે લોકડાઉનના કડક અમલના દાવા વચ્ચે રિવરફ્રન્ટ ઉપર વહેલી સવારે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે એટલું જ નહી પ્રતિબંધ છતાં રિક્ષાઓ પણ દોડતી હતી અને તે ટ્રાફિકમાં ફસાઇ હતી.
લોકડાઉનમાં પોલીસનો કડક બંદોબસ્ત હોવાનો દાવો
અમદાવાદ શહેરમા કોરાના રોગચાળાના કારણે લોક ડાઉન તથા શહેરના કોટ વિસ્તારમાં કરફ્યુંનો નાંખવામાં આવ્યો છે. કલમ ૧૪૪ અને આ લોકડાઉનના કાયદાનો કડક અમલ કરવા પોલીસ દ્વારા ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે અને ચારથી વધારે લોકો સોસાયટીમાં કે, પછી ધાબા પર ભેગા થયા હોય તો તેમની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી રહી છે અને રાઉન્ડ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવતું હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ રિવફ્રન્ટ પર થયુ ટ્રાફિક જામ
તેવા સંજોગોમાં દિવસ દરમિયાન રિવરફ્રન્ટ પર આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવતુ હોય છે, પરંતુ આજ રિવરફ્રન્ટ ઉપર વહેલી સવારે બેંરોકટોક વાહનો દોડી રહ્યા છે. એટલું જ નહી એટલા વધા વાહનો દોડી રહ્યા છે કે, ટ્રાફિક ચકક્જામ થઈ જવા પામ્યો હતો. આજે સોશિયલ મિડિયામાં વાઈરલ થયેલા વિડિયોમાં વહેલી સવારે રિવરફ્રન્ટ ઉપર ફોર વ્હીલ ટુ વ્હીલર અને રિક્ષાઓ સહિતના વાહનોની લાઇનો લાગી હતી. ટ્રાફિક જામ થયો હોવાથી સાઇડ માગવા માટે વાહન ચાલકો હોર્ન મારી રહ્યા છે, આશ્ચર્યની વાત તો એ છે કે ૨૪ કલાક પેટ્રોલિંગના દાવા કરનાર એક પણ પોલીસ ફરકી ન હતી.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ