GSTV

સુરતમાં લોકડાઉનના ધજ્જિયા ઉડાવ્યા, ટોળાએ રસ્તા પર આવી ટાયરો સળગાવ્યા

Last Updated on April 11, 2020 by Ankita Trada

સુરતના લસકાના વિસ્તારમાં કારીગરો બેફામ બન્યા હતા. લોકડાઉન લંબાવવાની વાતની અફવા પર ધ્યાન આપી રસ્તા પર ઉતરીને કારીગરોએ ટાયર્સ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યાં સુધી કે, કારીગરોએ રસ્તેથી પસાર થતી એમ્બ્યૂલન્સ પર પણ પથ્થરમારો કરી નાખ્યો હતો. લોકડાઉન વધવાના અણસારને લઇને રોષે ભરાયેલા કારીગરોએ પરિસ્થિતીને તંગ બનાવી દીધી હતી. જો કે, સુરક્ષાદળોએ તાત્કાલીક પરિસ્થિતીને થાળે પાડીને 50 જેટલા કારીગરોની અટકાયત કરી છે.

વડોદરામાં પણ પોલીસ પર થયો પથ્થરમારો

બીજી બાજૂ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પણ પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે. પાણીગેટ પોલીસ મથકની બાજૂમાં જ ઝહૂશા ટેકરા ખાતે આ ઘટના બની છે.આ વિસ્તારને કોરન્ટાઇન કરવા પતરા લગાવવા જતા ઘર્ષણ સર્જાયુ હતુ.જેમાં 5થી વધુ તોફાની યુવકો પોલીસને પથ્થરો મારી નાસી ગયા હતા. જો કે, સ્થિતી વણસે નહીં તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દીધો હતો.

અમદાવાદ જૂહાપુરામાં પેટ્રોલીંગ કરતી પોલીસ પર પથ્થરમારો

અમદાવાદના જુહાપુરાને હોટ સ્પોટ વિસ્તાર જાહેર કરાયેલો છે. તેમ છતા લોકો લોકડાઉનનો ભંગ કરે છે, ત્યારે જુહાપુરામાં પેટ્રોલીંગ કરવા ગયેલી પોલીસ પર ગુલાબનગરમાં ધાણીકૂટ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓને ઈજા થઈ હોવાના અહેવાલ છે. આ ઘટના બનતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો જુહાપુરામાં ઉતારી દેવાયો છે. જુહાપુરા ગુલાબનગરમાં પોલીસ ઉપર થયેલા પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનની બે પોલીસ વાહનોના કાચ પણ તૂટ્યા છે. ક્લસ્ટર કોરોનટાઈન કરાયેલા લોકો ઘરમાંથી બહાર નીકળતા પોલીસ સાથે ઘર્ષણ કર્યું હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે, વેજલપુર પોલીસે 12 થી વધુ વ્યક્તિઓને ડિટેઇન કર્યા છે.

READ ALSO

Related posts

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt

લ્યો બોલો! ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ 220 કરોડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!