GSTV

લોક ડાઉન વચ્ચે BJP ચલાવશે મહા ભોજન અભિયાન

ભાજપ

Last Updated on March 26, 2020 by Arohi

હાલ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. સ્થિતિ કફોડી થઈ રહી છે ત્યારે બીજેપી (BJP) સંગઠન જરૂરિયાત મંદ લોકોના વહારે આવ્યું છે. સંગઠન દ્વારા મહા ભોજન અભિયાન કરવાનું જાહેર કર્યું છે. પીએમ દ્વારા 21 દિવસમાં લોક ડાઉન જાહેર કરતા જ મોટી સંખ્યામાં ફેકટરીઓ અને કંપનીમાં મજૂરી કામે આવતા લોકોને છુટા કરવામાં આવ્યા છે તો ઘણા એવા પણ લોકો હતા જે દરરોજ લાવી દરરોજ ખાવાની વ્યવસ્થા કરતા હતા તો છૂટક મજૂરી કરનાર કે ફેરિયાઓમાં પરિવાર પર જાણે કર આફત આવી પડી છે આવા સમયે એ લોકોને 2 ટાઈમ જમવાની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. જેથી પ્રદેશ બીજેપી સંગઠન દ્વારા મહા ભોજન અભિયાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણી દ્વારા ટ્વીટ કરી પ્રદેશના આગેવાનો અને કાર્યકર્તાઓને આહવાન કર્યું છે અને કહ્યું છે કે પોતાના વિસ્તારમાં આગેવાનો દ્વારા જરૂરિયાત મંદ લોકો ને ભોજન મળી રહે તેની વ્યવસ્થા કરવા માટે આ અભિયાનમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. સાથે જ સૂચના પણ આપવામાં આવી છે કે આ અભિયાન દરમિયાન લોક ડાઉનના નિયમોની પાલન થાય.

પોલીસ અને સેવા ભાવિ સંસ્થા બાદ BJP પણ આવ્યુ આગળ

મજૂરી અર્થે અન્ય રાજ્ય માંથી લોકો ગુજરાતમાં હતા એ લોકો હવે અનાજની અછત થતા પોતાના વતન તરફ જઈ રહ્યા છે સરકાર અને આગેવાનો દ્વારા વાહનની વ્યવસ્થા કરી પોતાના રાજ્યો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે આવા સમયે એ લોકો બહારના નીકળે અને એ લોકોને અનાજ નહીં પરંતુ જમવાની વ્યવસ્થા થઈ શકે તેના માટે પોલીસ અને સેવા ભાવિ સંસ્થા તો આગળ આવી છે હવે બીજેપી સંગઠન પણ આ કામગીરીમાં જોતરાયું છે.

Read Also

Related posts

વડોદરા / ઓમિક્રોનના સંભવિત ખતરાને જતા SSG હોસ્પિટલ સજ્જ, આઈસીયુ, ઓક્સિજન સહિતની સુવિધાઓ તૈયાર ઉભી કરાઈ

Zainul Ansari

સોમનાથના ત્રિવેણી સંગમમાં NDRFનું રેસ્ક્યુ ઓપરેશન, ત્રણના બચાવ્યા જીવ પછી જરૂરી મેડિકલ સારવાર આપી!

pratik shah

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આગામી 19મી ડિસેમ્બરે, રાજ્યમાં 12 ટકા ગામો થયા સમરસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!