GSTV
Gujarat Government Advertisement

પારલે જી બિસ્કિટનું વેચાણ 8 દાયકાના ટોપ પર, સંકટની સામે ઝઝૂમી રહેલી કંપનીને લૉકડાઉનમાં મળ્યુ વરદાન

Last Updated on June 9, 2020 by Mansi Patel

કોરોના વાયરસના કારણે દેશમાં બે મહિના સુધી લોકડાઉન રહયું છે. જેના કારણે ઘણા ઉદ્યોગ-ધંધાને ભારે નુકસાન પહોંચ્યું હતુ. પરંતુ આ દરમિયાન પારલે-જી બિસ્કીટનું એટલું બધુ વેચાણ થયું કે છેલ્લા આઠ દાયકા એટલે કે 82 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. ફક્ત પાંચ રૂપિયામાં મળતા પારલે-જી બિસ્કીટ સેંકડો કિલોમીટર સુધી પગપાળા ચાલનારા પ્રવાસી મજૂરો માટે પણ ઘણા જ મદદગાર સાબિત થયા હતા. કોઇકે જાતે ખરીદીને લીધા તો કોઇકને સંસ્થાઓ દ્વારા મદદ તરીકે બિસ્કીટ આપવામાં આવ્યા હતા. ઘણા લોકોએ તો પોતાના ઘરમાં પારલે-જી બિસ્કિટનો સ્ટોક જમા કરી લીધો હતો.

82 વર્ષનું રેકોર્ડ વેચાણ

1938 થી પાર્લે-જી લોકોમાં પ્રિય બ્રાન્ડ છે. લોકડાઉનની વચ્ચે, તેણે ઇતિહાસમાં વેચાયેલા સૌથી વધુ બિસ્કિટનો રેકોર્ડ બનાવ્યો છે. જો કે પારલે કંપનીએ સેલ્સ નંબર તો ન જણાવ્યા પરંતુ તે જરૂર કહ્યું કે માર્ચ-એપ્રિલ અને મે મહિનો 8 દાયકામાં સૌથી સારો મહિનો સાબિત થયો હતો.

કંપનીના વિકાસમાં 80-90% હિસ્સો

પાર્લે પ્રોડક્ટ્સના કેટેગરીના હેડ મયંક શાહે જણાવ્યું હતું કે કંપનીનો કુલ માર્કેટ શેર લગભગ 5 ટકા જેટલો વધ્યો છે અને તેમાંથી 80-90 ટકા ગ્રોથ પાર્લે-જીના વેચાણમાંથી આવ્યો છે.

આ કારણે કંપનીને ફાયદો થયો

પાર્લે જેવા કેટલાક ઓર્ગેનાઈઝ્ડ બિસ્કીટ ઉત્પાદકોએ લોકડાઉન થયાના થોડા જ સમયમાં કામગીરી શરૂ કરી હતી. આમાંની કેટલીક કંપનીઓએ તેમના કર્મચારીઓની આવવા-જવાની પણ વ્યવસ્થા કરી હતી, જેથી તેઓ સરળતાથી અને સલામત રીતે કામ પર આવી શકે. જ્યારે ફેક્ટરીઓ શરૂ થઈ, ત્યારે આ કંપનીઓનું ધ્યાન વધુ વેચાણ ધરાવતા ઉત્પાદનોનું નિર્માણ કરવાનું હતું. તાજેતરમાં એફએમસીજી પ્લેયર્સ પર એક અભ્યાસ કરનારા ક્રિસિલ રેટિંગ્સના સિનિયર ડિરેક્ટર અનુજ શેઠી કહે છે કે ગ્રાહકો જે ઉપલબ્ધ છે તે બધું ખરીદી રહ્યા હતા. પછી ભલે તે પ્રીમિયમ હોય કે ઈકોનોમી. કેટલાક પ્લેયર્સે તો ફક્ત પ્રીમિયમ વેલ્યૂ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ તમામ ખેલાડીઓએ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 18-24 મહિનામાં તેમનું વિતરણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોરોના વાયરસ રોગચાળાના યુગમાં તેની મહેનતનું પરિણામ મળ્યુ છે.

લોકડાઉનમાં લોકો માટે એકમાત્ર ખાવાનું હતુ પાર્લે-જી

પાર્લે પ્રોડક્ટ્સે તેની સૌથી વધુ વેચાણવાળા પરંતુ ઓછી કિંમતના બ્રાન્ડ પાર્લે-જી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, કારણ કે તેને ગ્રાહકો તરફથી ઘણી માંગ આવી રહી હતી. કંપનીએ એક સપ્તાહની અંદર તેની ડિસ્ટ્રિબ્યુશન ચેનલને ફરીથી સેટ પણ કરી, જેથી રિટેલ આઉટલેટ્સમાં બિસ્કીટની કમી ન રહે. મયંક શાહ કહે છે કે લોકલેશન દરમિયાન પાર્લેજી ઘણા લોકો માટે એક સરળ ખોરાક બન્યા હતા. કેટલાક લોકો માટે, તે તેમનો એકમાત્ર ખોરાક હતો. જે લોકો રોટલી ખરીદી શકતા નથી તેઓ પાર્લે-જી બિસ્કીટ પણ ખરીદી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!