GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

Lockdownને લઈને મોટા સમાચાર, મોદી સાથે મીટીંગ પછી અરુણાચલ CM નું Tweet, થોડા સમયમાં થયું ડિલિટ

PM મોદી

દેશમાં કોરોના સંકટને કારણે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર સક્રિય પગલાં લઈ રહી છે. કોરોના(Corona) ને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ જ એક ઉપાય હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચે રાત્રે 12 વાગ્યા પછીથી દેશમાં 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન (Lockdown) જાહેર કરાતા દેશમાં 25 માર્ચથી તેનો ખૂબજ ભારપૂર્વક અમલ કરાવાઈ રહ્યો છે. છતાં કોરોના વાયરસનો ભય ઓછો થઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં કોરોના સંક્રમિતોના કેસ ડબલ થઈ ગયા છે. વડાપ્રધાન મોદી (PM Modi) પણ દરેક રાજ્યો પર નજર રાખી રહ્યા છે.

15 એપ્રિલે સમાપ્ત થઈ શકે છે Lockdown

હાલમાં તેમણે દરેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ કરીને પરિસ્થિતિથી વાકેફ થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સિંગની ચર્ચા કર્યા પછી, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ દાવો કર્યો હતો કે લોકડાઉન 15 એપ્રિલના રોજ સમાપ્ત થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકનો વીડિયો શેર કરતાં પેમા ખાંડુએ લખ્યું કે, ‘લોકડાઉન 15 એપ્રિલના રોજ પૂર્ણ થશે, પરંતુ તેનો અર્થ એ નથી કે લોકો શેરીઓમાં ફરવા માટે સ્વતંત્ર રહેશે. કોરોના વાયરસની અસરને ઘટાડવા માટે દરેક વ્યક્તિએ જવાબદારી લેવી પડશે. લોક ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સ જ કોરોના સામે લડવાનો એક માત્ર રસ્તો છે.

બાદમાં આ સફાઇ આપી

તે પછીથી થોડા સમયમાં જ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ આ ટ્વીટને ડિલીટ કર્યા પછી, બીજું એક ટ્વીટ કર્યું, જેમાં ખંડન કર્યું છે. નવા ટ્વિટમાં પેમા ખાંડુએ લખ્યું છે કે, લોકડાઉનના સમયને લઈને કરવામાં આવેલું ટ્વિટ એક ઓફિસરે કર્યું હતું. જેમને હિંદી ભાષાની પૂરતી સમજણ ન હતી. એટલા માટે એ ટ્વિટને  ડિલિટ કરી નાખવામાં આવ્યું છે.

Lockdown અને કોરોના વાયરસ પર ચર્ચા

ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ અંગે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન કોરોના વાયરસ સંકટ, લોકડાઉન અને વર્તમાન પરિસ્થિતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બીજી વખત છે જ્યારે પીએમ મોદીએ મુખ્ય પ્રધાન સાથે કોરોના વાયરસના મુદ્દે વાત કરી છે. દેશમાં કોરોના સંકટને લઈને 2113 લોકો સંક્રમિત થયા છે. આજે નવા 54 કેસનો વધારો થયો છએ. જ્યારે 6 નવા મૃત્યુ સાથે દેશમાં કોરોનાને કારમે મૃત્યુ આંક પણ વધીને 62 પહોંચ્યો છે. કોરોના સંક્રમણ સામે 174 લોકએ મ્હાત આપી રિકવર પણ થયા છે. હજુ પણ દેશમાં 1877 કેસ એક્ટિવ છે. આજે આંધ્રપ્રદેશમાં સૌથી વધુ 21 કેસ નવા નોંધાતા કુલ આંક 132 થયો છે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ કેસ 339 પહોંચ્યા છે. જેમાં સૌથી વધુ 16 લોકોના મોત પણ થયા છે.

Read Also

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!