GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

14 એપ્રિલ પછી પણ રહેશે Lockdown? WHOના નામ પર Viral થઈ રહેલા આ મેસેજનું શું છે સત્ય?

Lockdown

કોરોના વાયરસના કેસ મળ્યા બાદ ભારત(India)માં પહેલા એક દિવસનું જનતા કર્યા લગાવવામાં આવ્યુ અને ત્યાર બાદ આખા દેશમાં 21 દિવસનાં લોકડાઉન(Lockdown)ની ઘોષણા કરવામાં આવી. ત્યાં જ હવે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધનગરમાં લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાનો આદેશ કરી દીધો છે. આ વચ્ચે વોટ્સએપમાં એક મેસેજ વાયરલ (Viral) થઈ રહ્યો છે જેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના હવાલે દાવો કરવામાં આવ્યો છે કે ફેઝ 2માં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યાર બાદ પાંચ દિવસ સુધી લોકડાઉન હટાવી લેવામાં આવશે ત્યાર બાદ ફરી ફેસ 3માં 28 દિવસ માટે લોકડાઉનની ઘોષણા થશે આ મેસેજમાં કેટલું સત્ય છે?  આવો જાણીએ   

વાયરલ થઈ રહેલા આ મેસેજમાં Lockdown વિશે શું લખવામાં આવ્યું છે?

આ મેસેજ WHO દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલ અને લોકડાઉન સમયની પ્રક્રિયાઓ વિશે છે. તેના અનુસાર WHOએ લોકડાઉન સમયગાળાને ચાર ચરણોમાં દર્શાવ્યો છે અને ભારત સરકાર પણ તેનું અનુકરણ કરી રહી છે. WHOના લોકડાઉન પ્રક્રિયા અનુસાર પહેલા ચરણમાં એક દિવસનું લોકડાઉન હશે, ત્યાર બાદ બીજા ચરણમાં 21 દિવસનું લોકડાઉન રહેશે અને ત્યાર બાદ પાંચ દિવસનું લોકડાઉન હટાવવામાં આવશે. પાંચ દિવસો બાદ લોકડાઉનનું ત્રીજુ ચરણ ચાલુ થશે. જે 28 દિવસો સુધી ચાલશે. ત્યાર બાદ પાંચ દિવસની રજા મળશે  અને છેલ્લા ચરણમાં લોકડાઉન 15 દિવસનું રહેશે.

Lockdown

Lockdown પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કેટલું સત્ય?

આ મેસેજ વોટ્સએપથી લઈને ફેસબુક અને ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ગભરાઈ રહ્યા છે. મેસેજમાં કરવામાં આવેલા દાવામાં સત્યની વાત કરવામાં આવે તો તેમાં કોઈ પણ પ્રકારની સત્યતા જોવા નથી મળી રહી. આ મેસેજમાં એક જાતે ઉપજાવવી કાઢેલી કહાણી જોવા મળી રહી છે. જેની વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા નથી. WHOના એક પ્રતિનિધિએ આ મેસેજને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે WHOએ લોકડાઉનના સમયગાળાને લઈને આવો કોઈ પ્રોટોકોલ જાહેર નથી કર્યો. સત્ય એ છે કે દરેક દેશોનું લોકડાઉનને લઈને પોતાનું પ્રોટોકોલ છે. હાલમાં જ અફવા ઉડી હતી કે ભારતમાં 14 એપ્રિલ બાદ પણ લોકડાઉન જાહેર રહેશે જેને કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ ફગાવી હતી અને કહ્યુ હતું કે હાલ સરકારની આવી કોઈ યોજના નથી.

Read Also

Related posts

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva

રાજસ્થાનમાં 30 જૂન સુધી કોઇ પણ ધાર્મિક સ્થળ પ્રજાજનો માટે નહીં ખોલવામાં આવે

Nilesh Jethva

મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું, નામ આપ્યું ‘મિશન બિગન અગેઇન’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!