GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ઈકોનોમીને વેગ આપવાનો સમય Lockdownનો નહીં, PM મોદી લઈ શકે છે આ નિર્ણય

મોદી સરકાર

અર્થતત્રની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકારે બનાવેલી બે પેનલોએ 31 મે બાદ લોકડાઉન (Lockdown) નહી લંબાવવા માટે સલાહ આપી છે. સરકારને સોંપેલા રિપોર્ટમાં આ પેનલોએ કહ્યું છે કે, હવે ઈકોનોમીને ગતિ આપવાનો સમય આવી ચુક્યો છે. પેનલે સરકારને સલાહ આપી છે કે, કન્ટેન્મેન્ટ ઝોનમાં સખત નિયમો યથાવત રહે પણ જ્યાં કોરોનાના કેસ ઓછા છે તે વિસ્તારોને ખોલવામાં આવે.

જોકે આ પેનલે ધાર્મિક સ્થલો, સ્કૂલો, કોલેજો, થીયેટર બંધ રાખવાની જ સલાહ આપી છે. એક અંગ્રેજી અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે માર્ચ મહિનામાં સરકારે આ પેનલ બનાવી હતી. જેમને ઉપાયો અને સૂચનો આપવા માટે કહેવાયું હતું. આ પેનલમાં 11 ગ્રૂપોનો સમાવેશ થાય છે.

હવે દેશવ્યાપી Lockdownની જરુર નથી

આ પૈકીના એક ગ્રૂપના સભ્યે કહ્યું હતું કે, હવે દેશવ્યાપી લોકડાઉનની જરુર નથી. જ્યાં કેસ વધારે છે ત્યાં કન્ટેનમેન્ટ ઝોન યથાવત રાખવા જોઈએ. પશ્ચિમના દેશોની સરખામણીએ ભારતે વહેલું લોકડાઉન લાગુ કર્યુ હોવાથી સ્થિતિને નિયંત્રણમાં રાખી શકાઈ છે ત્યારે હવે ઈકોનોમીને વેગ આપવાનો સમય આવી ગયો છે.

Lockdown

સીકે મિશ્રા અને ડો. વીકે પોલે કોવિડ ટાસ્ક ફોર્સની બે પેનલ્સનું નેતૃત્વ કર્યું હતું. બંને પેનલ્સે લોકડાઉન 4.0માંથી કઈ રીતે બહાર નીકળી શકાય તે અંગે રિપોર્ટ સોંપ્યો હતો. એક અહેવાલ પ્રમાણે સૂચનોમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનને દૂર કરી શકાય પરંતુ શાળા-કોલેજીસ-મોલ-ધાર્મિક સ્થળો જેવી જગ્યાઓ હજુ પણ બંધ રાખવામાં આવે તે યોગ્ય છે.

આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઈ કોઈ પ્રસ્તાવ નથી

જોકે હજુ સુધી તેમાં આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઈ કોઈ પ્રસ્તાવ નથી આપવામાં આવ્યો. તે સિવાય જે જિલ્લાઓમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર નોંધાઈ છે ત્યાં હજુ પણ કડક નિયંત્રણ જાળવવાનું સૂચન અપાયું છે. જોકે આ હજુ પેનલ્સ તરફથી અપાયેલા સૂચનો છે તથા ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય તેના પર અંતિમ નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે માર્ચમાં 11 પેનલ્સની રચના કરી હતી જેને લોકડાઉન અંગેનો અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપાયું હતું.

અમિત શાહ સાથે લોકડાઉન 5 અંગે લાંબી બેઠક

Lockdown
budget 80c limit

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગૃહ મંત્રી અમિત શાહ સાથે લોકડાઉન 5 અંગે ચર્ચા કરવા એક લાંબી બેઠક યોજી હતી. વડાપ્રધાન આવાસે યોજાયેલી આ બેઠકમાં 31મી મે બાદની રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી. અમિત શાહે ગુરૂવારે જ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીને લોકડાઉન અંગે તેમના મંતવ્યો જાણ્યા હતા.

દેશમાં 24મી માર્ચના રોજ પહેલુ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં 70 જેટલા દિવસો વીતી ગયા છે અને દેશમાં લોકડાઉન ચાલુ છે. જોકે હજુ પણ અનેક રાજ્યોએ પોતાના તરફથી લોકડાઉન લંબાવ્યું છે અથવા તો તેને વધુ લંબાવવા ભલામણ કરી છે.

Read Also

Related posts

ચીનને વધુ એક ઝટકો, યોગી સરકારે આ પ્રોજેક્ટનું ટેન્ડર કરી દીધું રદ

Harshad Patel

સાઉથ ચાઈના સીમા ચીન સામે હવે અમેરિકાની નેવીનો યુદ્ધ અભ્યાસ, બે જંગી એરક્રાફ્ટ કેરિયર ઉતાર્યા

Harshad Patel

કાનપુર: ચૌબેપુરના SHO વિનય તિવારી સસ્પેન્ડ, વિકાસ દુબે સાથે મીલીભગત હોવાના આક્ષેપો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!