GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

લોકડાઉન 5.0 : કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન, 30 મી જૂન સુધી લોકડાઉન રહેશે

કેન્દ્રએ લોકડાઉન અંગે નવી ગાઈડલાઈન જાહેર છે. દેશમાં 30 જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. હવેદેશમાં 1 જૂનથી 30 જૂન સુધી લોકડાઉન રહેશે કન્ટેન્ટમનટ ઝોનમાં સંપૂર્ણરીતે પ્રતિબંધ રહેશે. ચાર ચરણના લોકડાઉન બાદ પાંચમા તબક્કામાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પ્રતિબંધ રહે છે. તે સિવાય અન્ય વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે. હાલ દેશમાં દેશમાં દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, અમદાવાદ, થાણે, પુણે, હૈદરાબાદ, કોલકાતા- હાવડા, ઇન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર વગેરે 13 શહેરો પર પ્રતિબંધો ચાલુ રાખવામાં આવી શકે છે. સરકારે એક મહિનો લોકડાઉન શરતો સાથે વધારી દીધું છે. ૩૦મી જૂન સુધી લોકડાઉન લંબાયું છે. હવે કર્ફ્યુ રાત્રે ૯થી સવારે ૫ સુધી રહેશે. નવા લોકડાઉનને અનલોક-૧ નામ અપાયું છે. હોટલ, રેસ્ટોરેન્ટ, શોપિંગ મોલ ૮મી જૂનથી શરતો સાથે ખોલવાની છૂટ મળી જશે. આમ લોકડાઉન હોવા છતાં પણ ધીમેધીમે છૂટછાટો મળી જશે.

ફેઝ -1 રિલીજીયસ પ્લેસિસ અને મંદિરો, હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય હોસ્પિટાલિટી સર્વિસીઝ અને શોપિંગ મોલ્સ વગેરેને 8 જૂન 2020થી શરૂ કરી શકાશે.

ફેઝ -2 સ્કૂલ, કોલેજીસ, એજ્યુકેશનલ/ટ્રેનિંગ/ કોચિંગ ઈન્સ્ટિટ્યુશન વેગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રો સાથે ચર્ચા કર્યા પછી ખોલવામાં આવશે

ફેઝ-3 મુસાફરોની આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીની શરૂઆતની તારીખો; મેટ્રો રેલનું સંચાલન; સિનેમા હોલ, જિમ્નેશિયમ, સ્વિમિંગ પુલ, મનોરંજન ઉદ્યાનો વગેરે પરિસ્થિતિના આકારણીના આધારે નિર્ણય લેવામાં આવશે.

  • 8 જૂન પછીથી હોટલ્સ વગેરે હટાવી દેવાશે.
  • 8 જૂન પછીથી ધાર્મિક સંસ્થાઓ ખોલી શકાશે
  • રાત્રિ કરફ્યુ 9 થી 5 દરમિયાન રહેશે.
  • શોપિંગ મોલ્સ વગેરે ફેસ 1 માં આવે છે.
  • સ્કૂલ, એજ્યુકેશન વગેરે ખોલવા માટે રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યું છે. જુલાઈ મહિનામાં સ્કૂલ કોલેક જ ખોલી શકાશે.

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રતિબંધ હતા તેને બંધ કરી દીધો છે. કોઈ પ્રકારના પાસની જરૂરિયાત નહીં રહે.

કેન્દ્રએ નવી ગાઈડલાઈન જાહેર કરી

લોકડાઉન 5.0ને લઇને કેન્દ્રએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કન્ટેન્મેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટછાટ મળી શકે છે. લોકડાઉન 4.0 પૂર્ણ થવાના એક દિવસ પહેલાં જ ગૃહમંત્રાલયે આ ગાઈડલાઈન કરી છે. આવતીકાલે મોદી લોકડાઉન 5.0 બાબતે જાહેરાત કરે એ પહેલાં જ જાહેર થયેલી આ ગાઈડલાઈનમાં મોટી છૂટછાટો જાહેર થઈ છે. સરકારે 1 જૂનથી લઇને 30મી જૂન સુધી નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોના વાયરસથી નિપટવા માટે સરકારે ફરી એક વાર લોકડાઉન લાગુ કર્યું છે.

 ભાજપ સાશિત રાજ્યે વધારી દીધું 15 જૂન સુધી લોકડાઉન

કોરોના

FacebookWhatsAppTwitterEmailFacebook Messenger

મધ્યપ્રદેશમાં હવે 15 જૂન સુધી લોકડાઉન લંબાવી દેવાયું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 7,645 પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાંથી 334 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં હાલ ફક્ત 3042 કેસ જ પોઝીટીવ છે. મધ્યપ્રદેશમાં ઈંદોર સૌથી અસરગ્રસ્ત જિલ્લો – શહેર રહ્યું છે. ભોપાલમાં પણ કોરોના સંક્રમણના કેસો વધારે છે તો ઉજ્જેન માં પણ 658 પોઝીટીવ આવ્યા છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં 300થી નીચે પોઝીટીવ આવ્યા છે. છતાં મધ્યપ્રદેશ સરકારે દેશમાં વડાપ્રધાન જાહેરાત કરે તે અગાઉ જ 15 જૂન સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.

રાજ્યો પોતાની રીતે નિર્ણય લે તેવી રીતે 5મું લોકડાઉન

દેશમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી આવતી કાલે મનકી બાત કરવાના છે. તેમાં લોકડાઉન 5 ને લઈને કંઈક વાતો કરશે તેવી અટકળો વચ્ચે કોઈ નવી જાહેરાત થાય મધ્યપ્રદેશમાં શિવરાજસિંહે જાહેરાત કરી દીધી છે. કે મધ્યપ્રદેશમાં 15 જૂન સુધી લોકડાઉન અમલમાં છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી જાવડેકરે પણ સંકેત આપ્યો હતો કે રાજ્યો પોતાની રીતે નિર્ણય લે તેવી રીતે 5મું લોકડાઉન લાગુ કરવામાં આવશે. હાલમાં મધ્યપ્રદેશમાં ગુજરાત કરતાં પણ ઓછા પોઝીટીવ કેસ છે જેમાં એક્ટિવ કેસનો આંક માત્ર 3 હજાર હોવા છતાં મધ્યપ્રદેશમાં લોકડાઉન લંબાવાયું છે. ત્યારે હવે આવતી કાલે દેશમાં લોકડાઉન લંબાશે તેવી અટકળો વધી રહી છે. ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં શિવરાજસિંહે લોકડાઉન પૂર્ણ થાય તે પહેલા તેને લંબાવી દીધું છે.

1 3 શહેરો પર પ્રતિબંધો ચાલુ રાખવામાં આવી શકે

ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કર્યા પછી ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન, બંને નેતાઓએ નવી માર્ગદર્શિકા અંગે ચર્ચા વિચારણા કરી. આગામી 15 દિવસ માટે દેશભરમાં લાગુ થનારી માર્ગદર્શિકા 31 મેના રોજ જારી કરી શકાશે. રાજ્યો પાસેથી 31 મે સુધીમાં લોકડાઉન અંગે સૂચનો માંગ્યા હતા.. ત્યારબાદ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે લોકડાઉન વધુ 15 દિવસ સુધી વધારવાની માંગણી કરી હતી. દેશમાં દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, અમદાવાદ, થાણે, પુણે, હૈદરાબાદ, કોલકાતા- હાવડા, ઇન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર વગેરે 13 શહેરો પર પ્રતિબંધો ચાલુ રાખવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!