દેશવ્યાપી લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. ત્યારે પીએમ મોદી આજે રાત્રે શું મહત્વની જાહેરાત કરશે તેના પર સમગ્ર દેશવાસીઓની નજર છે.
4 વખત રાષ્ટ્રજોગ સંબોધન કરી ચૂક્યા છે PM મોદી
મહત્વનું છે કે આ પહેલા પીએમ મોદી કોરોના મુદ્દે 4 વખત રાષ્ટ્રજોગ સંબોધન કરી ચૂક્યા છે. પીએમ મોદીએ 19 માર્ચના રોજ સૌપ્રથમ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જે દરમ્યાન તેમણે 22 માર્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 24 માર્ચના રોજ પીએમ મોદીએ બીજું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું.
આ સંબોધનમાં તેમણે 21 દિવસના દેશવ્યાપી લોકડાઉનની મહત્વપૂર્ણ જાહેરાત કરી. ત્યાર બાદ પીએમ મોદીએ 3 એપ્રિલના રોજ વીડિયો મેસેજ થકી દેશવાસીઓને સંબોધ્યા. જેમાં તેમણે 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી ઘરની તમામ લાઇટ બંધ કરી કોરોના રૂપી અંધકારને હરાવવા દીપ પ્રાગટ્ય કરવાનું આહ્વાન કર્યુ.
જે બાદ 14 એપ્રિલેના રોજ પીએમ મોદીએ ચોથી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. જે દરમ્યાન તેમણે લોકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી.
૧૯ માર્ચ જનતા કર્ફ્યુ
૨૪ માર્ચ લોકડાઉનની જાહેરાત
૩ એપ્રિલ ૯ મિનિટ દીપ પ્રાગટ્ય
૧૪ એપ્રિલ લોકડાઉન – ૨ જાહેર
૧૨ મે હવે શું ?
- ઉનાળામાં કસરત કરવાનો કયો છે શ્રેષ્ઠ સમય? જાણો શું કહે છે નિષ્ણાંતો, કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન
- કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ
- Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા