GSTV
Gujarat Government Advertisement

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Last Updated on April 16, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણને રોકવા માટે કેટલાંક રાજ્યોએ મહત્વપૂર્ણ પગલાં લીધા છે. એવામાં દિલ્હી સરકારે આજથી સપ્તાહના અંતે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે, જ્યારે ઉત્તરપ્રદેશે દસ જિલ્લાઓમાં નાઇટ લૉકડાઉન (કર્ફ્યુ) નો સમય વધારીને રાત્રિના આઠથી સવારના સાત વાગ્યા સુધીનો કરી દીધો છે. આ સિવાય, દેશના ઘણાં રાજ્યોએ અહીંયા યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મુલતવી રાખી દીધી છે. મહારાષ્ટ્રમાં પહેલેથી જ 15 દિવસના પ્રતિબંધ ચાલી રહ્યાં છે. ત્યારે અહીં જોઇશું કે, આખરે દેશમાં ક્યાં-ક્યાં કેવાં-કેવાં પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે.

લૉકડાઉન

દિલ્હીમાં આજથી વીકએન્ડ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કોરોનાના ગંભીર સંકટનો સામનો કરી રહેલા દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથેની બેઠક બાદ મુખ્યપ્રધાન કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં સપ્તાહના અંતમાં કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું કે, લોકોએ કામના દિવસ દરમિયાન તેમના કામ પર જવું પડે છે, પરંતુ મોટા ભાગના લોકો કે જેઓ વીકએન્ડ પર ઘરની બહાર જાય છે તેઓ મનોરંજન અથવા અન્ય પ્રવૃત્તિઓ માટે જ જતા હોય છે, જેથી તેને અટકાવી શકાય. જેથી, કોરોનાની ચેનને તોડવા માટે સપ્તાહના અંતમાં કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે.

તેઓએ લોકોને ખાતરી આપી હતી કે, હાલ દિલ્હીમાં કોવિડના બેડની કોઈ જ અછત નથી. હાલમાં પાંચ હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે અને મોટા પાયે બેડો વધારવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ઓક્સિજનના બેડને પણ વધારવાના પ્રયાસો પણ થઈ રહ્યાં છે. આવશ્યક સેવાઓ પ્રતિબંધની બહાર ગણાશે. લગ્ન સમારોહ સાથે સંકળાયેલાઓને કર્ફ્યુ પાસ આપવામાં આવશે. શનિવારના સવારના પાંચ વાગ્યાથી સોમવારના સવારે પાંચ વાગ્યા સુધી રહેશે વીકેન્ડ કર્ફ્યુ.

મહારાષ્ટ્ર

ક્યાંથી ક્યાં સુધીનું લૉકડાઉન

મોલ્સ, જીમ, સ્પા અને ઓડિટોરિયમ પણ બંધ રહેશે

સિનેમા હોલ 30 ટકાની ક્ષમતા સાથે ખુલશે

આવશ્યક સેવાઓ ચાલુ રહેશે, કર્ફ્યુ પાસ ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.

ઝોનના જણાવ્યાં મુજબ, દરરોજ એક સાપ્તાહિક બજારને મંજૂરી આપવામાં આવશે. ફક્ત રેસ્ટોરન્ટથી હોમ ડિલિવરીની મંજૂરી હશે.

આ લોકોને કર્ફ્યુમાંથી છૂટ

ભારત સરકાર, દિલ્હી સરકાર, કાયદાકીય સેવા સાથે જોડાયેલા અધિકારી-કર્મચારી.

સ્વાસ્થ્ય વિભાગ, ફાયર વિભાગ, પોલીસ, પરિવહન વિભાગ-વિજળી પાણી, સફાઇ, ગેસ સાથે જોડાયેલાં લોકો.

ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે જોડાયેલા કર્મચારી.

ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓ.

એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનેથી અવરજવર કરનારાઓને માટે જ ટિકિટનો પાસ ગણાશે.

કોરોના

યુપીના 10 જિલ્લાઓમાં વધ્યો નાઇટ કરફ્યુનો સમય

ઉત્તર પ્રદેશે બે હજારથી વધારે એક્ટિવ કેસવાળા 10 જિલ્લાઓમાં નાઇટ લોકડાઉન (કર્ફ્યુ) નો સમય વધારીને રાત્રિના આઠથી સવારના 7 વાગ્યાનો કરી દીધો છે. જેમાં લખનઉ, પ્રયાગરાજ, કાનપુર નગર, વારાણસી, ગૌતમ બુદ્ધ નગર, ગોરખપુર, મેરઠ, બરેલી, ઝાંસી અને બાલિયા શામેલ છે. આ સિવાય વારાણસીમાં

દર શનિવાર અને રવિવારે તમામ પ્રકારની દુકાનો, મોલ્સ, વ્યવસાયિક મથકો, બાર, એક્સાઇઝની દુકાનો પણ બંધ રહેશે. યુપીમાં કોરોના સંક્રમણના કેસો

ઝડપથી વધી રહ્યાં છે. યુપીમાં માસ્ક નહીં પહેરનારાઓ સામે હવે સરકાર કડક વલણ દાખવશે. CM યોગીએ સૂચના આપી છે કે, પ્રથમ વાર જો માસ્ક વિના કોઇ પકડાય તો 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે અને જો બીજી વાર પકડાશે તો દસ ગણા દંડની વસૂલાત થશે. મતલબ કે માસ્ક વિના બીજી વખત પકડાયેલી વ્યક્તિને 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

quarantine

પ્રવાસીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દરેક જિલ્લામાં અગાઉની જેમ તુરંત જ ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. બહારથી પરત ફરતા સ્થળાંતર કરનારાઓની જીલ્લા વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે અને કોરોનાનાં લક્ષણો જોવા મળે તો તેઓને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.

ઉત્તરાખંડ સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી

ઉત્તરાખંડ સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે, પરંતુ કુંભમેળા વિસ્તારને તેની બહાર રાખ્યો છે. હવે કોચિંગ સંસ્થાઓ, સ્વિમિંગ પુલ અને સ્પા બંધ કરી દેવામાં આવ્યાં છે. સિનેમા હોલ, રેસ્ટોરન્ટ અને જિમ 5૦ ટકાની ક્ષમતા સાથે ચલાવવામાં આવશે. મુસાફરોના વાહનોને 50 ટકાની ક્ષમતા સાથે સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવે, તો માત્ર 200 લોકો જ ધાર્મિક, રાજકીય અને સામાજિક કાર્યક્રમો અને લગ્નમાં શામેલ થઈ શકશે.

exam

અનેક રાજ્યોની બોર્ડની પરીક્ષાઓ પર અસર થઇ

યુપીમાં હાઈસ્કૂલ અને મધ્યવર્તી પરીક્ષાઓ 20 મે સુધી મુલતવી રાખવામાં આવી છે. 15 મે સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. પંજાબે 12 માં ધોરણની પરીક્ષા મુલતવી રાખી છે, જ્યારે તેણે પાંચમા, આઠમા અને દસમાના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. હરિયાણાએ પણ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરવાની સાથે ધોરણ 12ની પણ પરીક્ષા મુલતવી રાખી છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી દસમાની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, જ્યારે 12માંની બાકી રહેલી પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. કોચિંગ સેટર અને શાળા 30 એપ્રિલ સુધી બંધ રહેશે.

ચંદીગઢમાં શનિ-રવિ લોકડાઉન

ચંદીગઢ પ્રશાસને શનિવાર અને રવિવારના રોજ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. ચંદીગઢમાં આ લોકડાઉન પ્રતિબંધો શુક્રવારે રાત્રિના 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન લોકોને બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, બજારો પણ બંધ રહેશે. ફક્ત જરૂરી ક્ષેત્ર સાથે જોડાયેલી દુકાનો જ ખોલવામાં આવશે.

MP ના તમામ શહેરોમાં દર રવિવારે લોકડાઉન, સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 5 દિવસ જ ખુલશે

રાજ્ય સરકારે મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રવિવારે લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. તમામ સરકારી કચેરીઓ આવતા 3 મહિના માટે અઠવાડિયામાં માત્ર 5 દિવસ ખુલશે. તેઓનો સમય સવારના 10થી સાંજના 6 સુધી રહેશે. શનિવાર અને રવિવાર કચેરીઓ સંપૂર્ણ બંધ રહેશે. રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં આગામી ઓર્ડર સુધી દરરોજ સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે. ફુલ લોકડાઉન છીંદવાડામાં રહેશે.

દેશમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી છે. ત્યારે આ બીજી લહેર વચ્ચે દેશમાં સૌથી વધારે જો કોઇ પ્રભાવિત રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર છે. જ્યાં કોરોનાના દરરોજ 50 હજાર કરતા વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. એવામાં છેલ્લાં અનેક દિવસોથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ થવાની અટકળોનો પણ અંત આવી ગયો છે.

મહારાષ્ટ્ર

સમગ્ર મહારાષ્ટ્રમાં 144ની કલમ લાગુ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ થોડાંક દિવસ અગાઉ મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવાં જ કડક નિયમોની જાહેરાત કરી હતી. ઉદ્ધવે લોકડાઉન શબ્દનો ઉપયોગ કરવાને બદલે ‘બ્રેક ધ ચેઇન’ એવું નામ આપ્યું હતું. 14 તારીખથી રાત્રિના 8 વાગ્યાથી મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધો લાગુ થશે. સમગ્ર મહારાષ્ટ્રમાં 144ની કલમ લાગુ કરી દેવાઇ છે. જો કે, આવશ્યક સેવાઓને છોડીને તમામ ઓફિસો બંધ રહશે. જો કે બેંક, ઇ-કોમર્સ, મીડિયા, ગાર્ડ, પેટ્રોલ પંપ વગેરેને આમાંથી છૂટ આપવામાં આવી છે. ઉદ્ધવ સરકાર દ્વારા મહારાષ્ટ્રના 12 લાખ મજૂરોને 1500-1500 રૂપિયાની આર્થિક સહાય અને રિક્ષા ચાલકોને પણ 1500 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને 2 હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે.

10 રાજ્યોમાં જ અંદાજે 80 ટકા નવા કેસ

મંત્રાલયના જણાવ્યાં અનુસાર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 79.10 ટકા નવા કેસ નોંધાયા છે. આ બંને રાજ્યો સિવાય આમાં દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તામિલનાડુ અને બંગાળનો સમાવેશ થાય છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 61,695 કેસ છે, ઉત્તર પ્રદેશમાં 22,339 અને દિલ્હીમાં 16,699 કેસ છે. જો કે, આ રાજ્યોની સાથે તેલંગાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, આંધ્રપ્રદેશ અને હરિયાણામાં પણ કોરોનાના નવા કેસો વધી રહ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!