GSTV

દેશના આ શહેરમાં ફરી લાગી શકે છે લોકડાઉન, કોરોના વાયરસ મચાવી રહ્યો છે કોહરામ

મહારાષ્ટ્ર

Last Updated on February 18, 2021 by Pritesh Mehta

દેશભરમાં કોરોના વાયરસના નવા કેસોમાં ચોક્કસ ઘટાડો થયો છે. પરંતુ હજુ પણ તકેદારીની જરૂર છે. મહારાષ્ટ્રના કેટલાય એવા વિસ્તારો છે જ્યાં સ્થિતિ ફરી એકવાર કાબુ બહાર જઈ રહી છે. આ વિસ્તારોમાં ફરી લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવી શકે છે. જેનું કારણ છે અહીં સતત વધતા કોરોના કેસ.

કોરોના

અકોલા અને અમરાવતીમાં સ્થિતિ નિયંત્રણ બહાર

મહારાષ્ટ્રના અકોલ અને અમરાવતી વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવી શકે છે. અમરાવતી અને અકોલા વિસ્તારોમાં સતત કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. અકોલામાં છેલ્લા 3 દિવસમાં 500થી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા રોજના 30-35 કેસ જ સામે આવી રહ્યા હતા, સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના નવા વધતા કેસને જોતા વહીવટી તંત્ર લોકડાઉનની જાહેરાત કરવા અંગે વિચારી રહી છે.

મંત્રી જયંત પાટીલ કોરોના પોઝિટિવ

બીજી તરફ મહારાષ્ટ્રના અમરાવતી વિસ્તારમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહીં છેલ્લા 3 દિવસમાં 1400થી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ વિસ્તારમાં કોરોનાના કેસ વધવાનું કારણે હાલમાં જ પંચાયત ચુંટણી દરમ્યાન નિયમોની અવગણનાને માનવામાં આવે છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, વાતાવરણમાં બદલાવને કારણે અને અનેક સ્થળે ભીડ પણ કોરોનાના વધતા કેસનું મોટું કારણ છે. તેની સાથે જ મહારાષ્ટ્રના જલસંપદા મંત્રી જયંત પાટીલ પણ કોરોનાગ્રસ્ત થય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!