GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

પ્રધાનમંત્રીના આ એક નિર્ણયે કરી બતાવ્યું, નહીં તો દેશમાં આજે 73,000 સંક્રમિતો હોત

મોદી

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસો જોતા સરકારે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું હતું. તે પછી તેને વધારીને 3 મે સુધી કરી દેવામાં આવ્યું છે. આ લોકો ડાઉન દરમિયાન લોકો ઘરોમાં રહેવાની અપીલ કરાઈ છે. પરંતુ શું તમે જાણો છો કે જો દેશમાં લોકડાઉન ના લગાવ્યું હોય તો દેશની શું હાલત થાત ?

તો 73,000 સંક્રમિત થાત

શુક્રવારે કોરોના સંક્રમણ પર મંત્રાલયોની થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિ આયોગના સભ્ય અને ઇમ્પાવર્ડ ગ્રૂપના ચેરમેન ડો. વીકે પાટીલે આ બાબતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે આ સમયે દેશમાં 23077 લોકો સંક્રમિત થયા છે. પરંતુ જો દેશમાં સમયસર લોકડાઉન ન લગાવ્યું હોત તો આ સંખ્યા 73000 થઈ જાત. ડો. વિકે પાટીલે કહ્યું કે અમે લોકોનું વિશ્લેષણ જાહેર કરીએ છીએ કે દેશમાં લોકડાઉનને કારણે કોરોના સંક્રમણ ડબલ થવામાં ઘટાડો થયો છે. સાથે જ કેટલાય લોકોનો જીવ બચ્ચો છે. એવામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય યોગ્ય સમયે લેવાયો છે.

718 લોકોના મોત

શુક્રવારે સરકારના મંત્રાલયોની પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપવામાં આવી હતી કે દેશમાં 23 માર્ચથી પહેલા કોરોના વાયરસ સંક્રમણની ઘટના ડબલ થવામાં 3 દિવસનો સમય નક્કી કરાયો હતો. આ પછી લોકડાઉન લાગુ કરાયું છે. જે પછીથી પરિણામ આવવાની શરૃઆત થઈ ગઈ છે. 29 માર્ચે કેસ ડબલ થવાનો સમય વધીને 5 દિવસ થયો. તે પછી 6 એપ્રિલ પછી દેશમાં દર 10 દિવસે કોરોના સંક્રમણના ડબલ કેસ થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1684 નવા કેસ નોંધાયા છે. જે સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 23077 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી 718 લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

ત્રણ એરપોર્ટના ડેવલપમેન્ટ માટે મોટા ઉદ્યોગપતિએ હાલમાં સક્ષમ ન હોઈ ડેડલાઈન વધારવા કરી માગ

Harshad Patel

સીતારમન હટશે: દેશમાં મોદી સરકારમાં આ બની શકે છે નવા નાણામંત્રી, જાણીતા છે બેંકર

Mansi Patel

મોલાના સાદને ફટકો, તબલિગી જમાતના 960 વિદેશીઓ પર ભારત પ્રવેશ માટે લાગ્યો આટલા વર્ષનો પ્રતિબંધ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!