GSTV
Home » News » ગુજરાતમાં વધુ એક વિશાળકાય સ્ટેચ્યૂ બનાવવાની તૈયારીઓ, સરદાર પટેલ બાદ જાણો કોની છે પ્રતિમા

ગુજરાતમાં વધુ એક વિશાળકાય સ્ટેચ્યૂ બનાવવાની તૈયારીઓ, સરદાર પટેલ બાદ જાણો કોની છે પ્રતિમા

નર્મદા કિનારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવાયા બાદ હવે ગુજરતામાં વધુ એક વિશાળકાય સ્ટેચ્યૂ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. સંઘકાય ફાઉન્ડેશનનું કહેવું છે કે તેઓ પણ ભગવાન બુદ્ધનું એક વિશાળકાય સ્ટેચ્યૂ ઉભું કરવાનું વિચારી રહ્યા છે. આના માટે તેમણે ગુજરાત સરકાર પાસે જમીનની માગણી કરી છે. જેથી તેઓ પણ ગાંધીનગરમાં એક 80 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવી શકે.

આ ફાઉન્ડેશનના અધ્યક્ષ ભંતે પ્રશીલ રત્ને જણાવ્યુ છે કે તેમણે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બનાવનારા રામ સુથાર સાથે પણ વાત કરી લીધી છે. તેમને આશા છે કે સરકાર આગામી થોડાક સમયગાળામાં જ જમીન ઉપલબ્ધ કરાવશે. ભંતે પ્રશીલ રત્ને જણાવ્યુ છે કે ફાઉન્ડેશન ગુજરાતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાનું પણ વિચારી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે એવી માન્યતા છે કે બૌદ્ધ ધર્મસ્થાન માત્ર બિહાર, ઉત્તરપ્રદેશમાં જ મળી શકે છે. જ્યારે ઉત્તર ભારતમાં ગુજરાત સુધી પણ બૌદ્ધ ધર્મસ્થાનોના ચિન્હો મળે છે.

ચીનના પ્રવાસી યુ-એન-સાંગના લખાણોમાં ઉલ્લેખ મળે છે કે નાલંદા અને તક્ષશિલાની જેમ જ ગુજરાતના ભાવનગરમાં પણ વલ્લભી નામની એક બૌદ્ધ યુનિવર્સિટી પણ હતી. નાલંદા યુનિવર્સિટીની જેમ જ વલ્લભીનો પુનરોદ્ધાર કરવાની વિચારણા થઈ રહી છે. ગુજરાત સરકારે તેમને ગાંધીનગરમાં જમીન ઉપલબ્ધ કરાવી છે અને તેના પર તેઓ યુનિવર્સિટી ખોલવાની વિચારણા કરી રહ્યા છે. તેના સિવાય સંસ્થા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એક વિશાળ બૌદ્ધ સ્મારક બનાવવા માગે છે.

Related posts

દિલ્હીમાં 200 રૂપિયે મળી રહ્યું છે દૂધ, હિંસા બાદ શાકભાજી-દાળના ભાવ આસમાને

Arohi

ફાનાટિકા ખાતે યુરોપિયન વેગન ફૂડ ફેસ્ટિવલ યોજાયો

pratik shah

Moody’s : ચીન બાદ હવે કોરોના વાઈરસ વિશ્વભરને મંદી તરફ લઈ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!