વડોદરા શહેરના છેવાડે આવેલા અને વિધાનસભાની ડભોઇ બેઠકના નિર્ણાયક ગણાતા ભાયલી વિસ્તારમાં કોર્પોરેશનનું પાણી ન મળતા સ્થાનિક રહીશોએ ”કોર્પોરેશનનું પાણી નહીં, તો વોટ નહીં”ના બેનર લગાવતા ભાજપના અગ્રણીઓ દોડતા થયા હતા. ભાજપના આ બેઠકના ઉમેદવાર શૈલેશ સોટ્ટા સ્થળ પર પહોંચતા સ્થાનિક રહીશોએ તેમનો ઉધડો લીધો હતો.
બીજી તરફ અહીં ભાયલીની ટીપી એક, બે અને ત્રણ વિસ્તારના રહીશોનું એસોસિએશન ભેગું થઇ ચૂંટણી ટાણે પોતાની માંગો રજૂ કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેરના છેવાડે ભાયલી વિસ્તાર ખૂબ જ વિકાસ પામ્યો છે. પરંતુ અહીં અનેક પ્રાથમિક સુવિધાઓથી રહીશો વંચિત છે. કોર્પોરેશનની છેલ્લી ચૂંટણી અગાઉ આ વિસ્તારને વડોદરા શહેરની હદમાં સમાવવા સામે પણ રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. તે સમયે પણ ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાને બોલાવવામાં આવ્યા હતા અને ભાયલીનો સમાવેશ કોર્પોરેશનની હદમાં નહીં કરવા રજૂઆત કરવા પણ માંગણી કરી હતી, પરંતુ શૈલેષ સોટાએ ખોટા વાયદા બતાવ્યા હતા અને કોઇ રજૂઆત કરી નહીં, આખરે ભાયલી અને બિલ વિસ્તાર કોર્પોરેશનની હદમાં આવી જતા હવે પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે સ્થાનિક રહીશો ચૂંટણી સમયે પોતાનો હક માંગવા મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.બિલ અને ભાયલી ગામના રહીશો એક બાજુ વિરોધ કરતા રહ્યા હતા બીજી બાજુ સોટ્ટાએ મૌનધારણ કરી લેતા છેવટે ભાયલી ગામનો શહેર વિસ્તારમાં સમાવેશ કરી દેવાયો હતો.
ત્રણેક વર્ષ અગાઉ કોર્પોરેશન હદ વિસ્તારમાં ભાયલીનો સમાવેશ કરાયા બાદ અહીં રહેતા લોકોને કોર્પોરેશનના વેરા બિલ મળી રહ્યા છે, પણ પીવાનું પાણી મળી રહ્યું નથી. જેથી રહીશો બોરનું પાણી પીવા મજબૂર બન્યા છે. અગાઉ રહીશોએ પાણીની લાઇન નાખવા કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ હજુ લોકોને પીવાનું પાણી કોર્પોરેશન દ્વારા અપાયું નથી.

ભાયલી સ્પ્લેન્ડોરા ખાતે રહેતા રહીશોએ ”કોર્પોરેશનનું પાણી નહીં, તો વોટ નહીં” ના બેનર ગઇકાલે રાત્રે લગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક કોર્પોરેટર અને પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષે આ મુદ્દે કહ્યું છે કે હાલ પાણીની લાઇન નાખવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને લાઇન નાખવાની કામગીરી હાથ પર છે. લોકોને પાણી અંગે ખાતરી અપાતા મામલો શાંત પડયો હતો અને આખરે મોડીરાતે રહીશોએ પોતાના બેનર દૂર કર્યા હતા.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું