GSTV
Gujarat Government Advertisement

Corona નું લોકલ ટ્રાન્સમિશન વધ્યું: ઉત્તર ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, બજારો થવા લાગ્યા ધીમેધીમે બંધ

Last Updated on July 20, 2020 by pratik shah

ઉત્તર ગુજરાતમાં અનલોક-01 અને 02ના સમયગાળામાં લોકલ ટ્રાન્સમિશનને કારણે Corona સંક્રમણ ચિંતાજનક વધ્યો છે. રવિવારે મહેસાણામાં 23, પાટણમાં 14અને બનાસકાંઠામાં 21 મળી કુલ 58 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે સિધ્ધપુરના બે કોરોનાગ્રસ્ત વૃધ્ધોના મોત નિપજ્યા છે. આરોગ્ય તંત્રએ પોઝિટિવ કેસો આવેલા વિસ્તારોમાં કોરોન્ટાઈન કરવાની તેમજ પોઝિટિવ દર્દીઓના સગાઓને તબીબી ચકાસણી કરવા કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણામાં Corona ના નવા 23 પોઝિટિવ કેસ, કુલ 232 કેસ

મહેસાણા જિલ્લામાં રવિવારે Corona પોઝિટિવ કેસોની સંખ્યા સતત ચોથા દિવસે પણ 23 રહી હતી. જિલ્લામાં હાલ 232 પોઝિટિવ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સામે આવેલા કેસોમાં મહેસાણા શહેરમાં 11, વિસનગરમાં 3, વિજાપુર, ખેરાલુમાં 1-1, કડી તાલુકામાં 5 અને મહેસાણા તાલુકામાં 2 કેસોનો સમાવેશ થાય છે. જિલ્લાનો કુલ મૃત્યુઆંક 43 થયો છે.

Corona

પાટણમાં 5 દિવસમાં 75 કેસ

પાટણ જિલ્લામાં Corona નું રૌદ્ર સ્વરૃપ હવે જિલ્લાવાસીઓને ડરાવી રહ્યું છે. કારણ કે પાટણ જિલ્લામાં છેલ્લા 5દિવસમાં અધધ 75 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં રવિવારે વધુ પાટણમાં 7, સિધ્ધપુરમાં ૫ તેમજ ચાણસ્મામાં 2 સહિત જિલ્લામાં 9 પુરુષ અને 5 મહિલા સહિત 14 લોકોને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો. જ્યારે સિધ્ધપુરમાં એક જ દિવસમાં બે દર્દીના મોત નિપજ્યા હતા. જિલ્લાનો કુલ મૃત્યુઆંક 38 થયો છે. જ્યારે કુલ પોઝિટિવ આંક 420 થઈ ગયો હતો.

Also Read: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર : સરકારે બંધ કરેલું એલાઉન્સ ફરી ચાલુ કર્યું, હવે થશે ફાયદો

સિધ્ધપુરમાં એક જ દિવસમાં બે દર્દીને Corona ભરખી ગયો

સિધ્ધપુર શહેરમાં શ્યામજી મંદિર પાસેના પથ્થરપોળ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધને ગત તા. 16 જુલાઈના રોજ કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈ ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના ત્રણ દિવસ બાદ રવિવાર બપોરે ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે રહીમપુરા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય પુરુષને રવિવારે મોડી સાંજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગણતરીની જ મિનિટોમાં મહેસાણા ખાતે સારવાર દરમિયાન ૭૫ વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું. જેને લઈ જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૩૮ થઈ ગયો છે.

Also Read: ઘાતક મહામારી વચ્ચે આવ્યા સારા સમાચાર, ગુજરાતમાં પાંચ હજાર રેમડસિવીર ઇન્જેક્શનનો પહોંચ્યો જથ્થો

ડીસાના નાની ઘરનાળમાં કોરોના પોઝિટિવ  વૃધ્ધનું મોત

ડીસા તાલુકાના નાની ઘરનાળ ગામે પ્રજાપતિ કાળુભાઈ વિરમાભાઈ ઉ.વ. ૮૩ જેઓને માથું, તાવ જેવા લક્ષણો દેખાતા બે દિવસ પહેલા ડીસા ભણસાલીમાં રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પાલનપુર કોવિડ-૧૯ માં વધુ સારવાર માટે ખસેડાયેલ હતા. જેમનું આઈસીયુમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેમનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે સિધ્ધપુર લઈ જવામાં આવ્યો હતો. નાનકડા ગામમાં કોરોનાથી મોત નિપજતા ગામમાં ફફડાટ પ્રસરી ગયો છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગામને કન્ટેઈન્મેન્ટ એરીયા જાહેર કરી લોકોને કામ વગર ઘરની બહાર  ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

મહેસાણાના આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા

ધોબીઘાટ, વી. કે. વાડી, ઓડવાડ, રાધનપુર રોડ, ગાયત્રી મંદિર હાઈવે, નિરમા ફેક્ટરી પાસે, જેલ રોડ, હીરાનગર ચોક, માનવઆશ્રમ રોડ,  ધોબીઘાટ, પુનાસણ, લાંઘણજ, કાંસા, રામપુરા, વિજાપુર, ખેરાલુ, કડી

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદમાં વાવાઝોડાની તીવ્ર અસર, શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી: વૃક્ષો ધરાશયી થવાની પણ ઘટના

pratik shah

185 કિમીની ઝડપે ગુજરાતના કાંઠે અથડાયું હતું ચક્રવાત, 410 લોકો દરિયામાં ફસાયા, વિનાશક વાવાઝોડાએ મચાવ્યું તોફાન!

pratik shah

તાઉ- તે વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યુંઃ સુરત વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ક્યાંક ચેકડેમના નાળા તોડવા પડ્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!