GSTV
Home » News » ગુજરાતના પોલીસતંત્રમાં થશે ધરખમ ફેરફારો : બદલાયા નિયમો, ભલામણો નહીં ચાલે

ગુજરાતના પોલીસતંત્રમાં થશે ધરખમ ફેરફારો : બદલાયા નિયમો, ભલામણો નહીં ચાલે

ગુજરાતમાં પોલીસતંત્રમાં આગામી દિવસોમાં ધરખમ ફેરફારો થઈ શકે છે. રાજ્યમાં ક્રાઈમનો આંક ઊંચો ન આવે માટે ગૃહવિભાગે તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતમાં જાહેરમાં લૂંટ, ધાડ, અપહરણ અને હત્યા સહિતના ગંભીર પ્રકારના ગુનાઓને નિયંત્રણમાં લાવવાની કામગીરી લોકલ ક્રાઇમબ્રાંચ કરતી હોય છે. દરેક જિલ્લામથકે એલીસીબીની આ કામગીરી હોય છે. જેમાં એકપીઆઈથી લઇને પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલથી લઇને 10થી 12 જણાનો સ્ટાફ ધરાવતી એક અલગ એજન્સી નિમાતી હોય છે. જેનું કામ જિલ્લાના વોન્ટેડ કેસોનો ઉકેલ લાવવા સહિત વધતા ક્રાઈમરેટને કાબૂમાં લેવાનો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેર ક્રાઇમની નબળી કામગીરી છતાં કોઇ ફેરફાર કરાયો નથી. લોકલ ક્રાઈમ બ્રાન્ચનું કામ એસપી કક્ષાના અધિકારી દ્વારા સિફારિશ કરાયેલા કેસો પર ખાસ ધ્યાન આપવાનું થઈ ગયું છે. એલસીબીમાં પીઆઈ માટે પણ સતત ભલામણો થતી હોય છે. જિલ્લાકક્ષાએ આ મલાઈદાર પોસ્ટ ગણાય છે. જેમાં પોસ્ટીંગ માટે છેક ગાંધીનગર સુધીની ભલામણો કરતી હોય છે.

પોલીસવડાની ગુડબુકમાં રહેનારને મળતી હતી પોસ્ટ

લોકલ ક્રાઇમ બ્રાંચને ગંભીર પ્રકારના ગુના તથા અન-ડિકેક્ટ ગુનાઓ શોધી કાઢવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લાના પોલીસ વિભાગમાં લોકલ ક્રાઇમ બ્રાંચ ખૂબ જ મહત્વની એજન્સી ગણાય છે. સૌથી મોભો ધરાવતી આ બ્રાંચની કામગીરીમાં આજદિન સુધી જિલ્લા પોલીસ વડાની ગુડબુકમાં હોય તેવા પીઆઇ, પીએસઆઇની નિમણૂક કરવામાં આવતી હતી. ઉપરાંત અનડિટેક્ટ મર્ડર શોધવાની વણઓખળાયેલી લાશોને ઓળખ પરખ કરવી, ગુમ થયેલા બાળકોને શોધવાની કામગીરી પણ એલ.સી.બીએ કરવાની રહેશે.

હવે નવા આ છે નિયમો

પોલીસ વડાએ બહાર પાડેલા પરિપત્ર મુજબ હવેથી સાત વર્ષનો અનુભવ ધરાવતા પોલીસ ઇન્સ્પેકટર અને પાંચ વર્ષ સુધી નોકરી કરેલી હોય તેવા કાયદાની કલમોના જાણકાર પીએસઆઇનું પોસ્ટીંગ લોકલ ક્રાઇમબ્રાંચમાં કરવામાં આવશે. જેને પગલે વર્ષોથી ચાપલૂસી કરી મલાઈદાર પોસ્ટ પર નોકરી કરનાર અધિકારીઓ ચિંતામાં મૂકાયા છે.

Related posts

સાતમથી શરૂ થતા સૌરાષ્ટ્રના લોકમેળાનું સીએમ વિજય રૂપાણી કરશે લોકાર્પણ

Arohi

ચોથા ધોરણથી લીધી યોગની તાલીમ અને આજે પૂજા પટેલે વિશ્વભરમાં વગાડ્યો યોગનો ડંકો

Arohi

રેલ્વે સ્ટેશન પર જો તમે પ્લાસ્ટિકની આ વસ્તુઓ વાપરો છો, તો આ તારીખથી લાગી જશે પ્રતિબંધ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!