રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. 6 મનપા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાશે.

બે તબક્કામાં યોજાનાર આ ચૂંટણીની મતગણતરી એક સાથે કરવામાં આવશે
રાજ્યભરમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી. તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર કરી દીધી છે. રાજ્ય ચુંટણી આયોગના કમિશનર દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ચૂંટણી પંચ દ્વારા બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આયોજિત થાય તેવી અગાઉથી સંભાવના હતી. પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી અને બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. બે તબક્કામાં યોજાનાર આ ચૂંટણીની મતગણતરી એક સાથે કરવામાં આવશે. 91 હજાર 700થી વધુ ઈવીએમનો ઉપયોગ થશે, રાજ્યમાં આજથી લાગૂ થઈ જશે આચારસંહિતા, અહીં બે તબક્કામાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજો મોરચો પણ અસ્તિત્વમાં આવી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતની આ સ્થાનિક ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ યોજાશે.






મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન
પ્રથમ તબક્કામાં મહાપાલિકાની ચૂંટણી આયોજિત થશે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 83 નગરપાલિકાઓ અને 6 મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન છે. તો બીજી તરફ કોરોના કાળમાં આ ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી કવાયત હાથ ધરી છે. ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બન્ને પક્ષો હાલ ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યાં હતા. કોરોનાના લીધે એક તબક્કે બન્ને પક્ષોમાં મતદાન પર અસર થવાનો ડર પણ વ્યાપેલો છે.
ચૂંટણી આયોગ જાહેર રજા સિવાય બાકીની તમામ રજાઓમાં ચાલી રહી છે ચૂંટણીલક્ષી તૈયારીઓ
છેલ્લા કેટલાંક સમયથી ચૂંટણી આયોગ જાહેર રજા સિવાય બાકીની તમામ રજાઓમાં કચેરીમાં કામકાજ ચાલુ રાખીને ચૂંટણીલક્ષી તૈયારી કરી રહ્યું છે. હાલ ચૂંટણીની તૈયારીનો અંતિમ પડાવમાં હોવાથી કચેરીમાં કામકાજ પણ પુર જોશથી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા દસ દિવસથી ભાજપ સરકારે ઉદઘાટનો, નિર્ણયો અને નીતિવિષયક જાહેરાતોની ભરમાર લગાવી દીધી છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પણ રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાની થતી તૈયારીઓ, પોલીસ સ્ટાફ, મતદાન મથકો, ચૂંટણી સ્ટાફ વગેરે બાબતો પર પરામર્શ કરવામાં આવ્યો હતો. બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણીની મતગણતરી તો એકસાથે કરવામાં આવશે.
8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો રાજ્ય ચૂંટણીપંચ દ્વારા પણ આ અંગેની સમીક્ષા પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે
ચૂંટણીપંચે ચૂંટણીના આયોજનને લઇને 11 જાન્યુઆરીએ સમીક્ષા બેઠક કરી હતી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ આદરી છે ત્યારે બીજી તરફ,રાજ્ય ચૂંટણીપંચે પણ ચૂંટણીના આયોજનને લઇને 11 જાન્યુઆરીએ સમીક્ષા બેઠક કરી હતી. ત્યારથી ચૂંટણીની જાહેરાતોને લઈને અટકળો વેગવંતી બની હતી. અગાઉ ડિસેમ્બર મહિનામાં રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક કરી હતી. કોરોના કાળમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. આ પેટાચૂંટણીઓની સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાતથવાની હતી પરંતુ કોરોના કાળને લઈને ચૂંટણીઓ સ્થગિત કરાઈ હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો પણ રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે.
નોંધનીય છે કે, આ પહેલા ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે તેમના એડવોકેટ કે. આર. કોષ્ટિ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અરજદારે કરેલી RTI ના જવાબમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેમની પાસે VVPAT મશીન નથી. VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરે. અરજદાર તરફે આ મુદ્દે 1 જાન્યુઆરી 2021ના રોજ રાજ્યના ચૂંટણી પંચને લેખિત રજુઆત પણ કરવામાં આવી હતી. જોકે આજ દિવસ સુધી કોઈ જવાબ કે પ્રતિક્રિયા આપવામાં ન આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારે PIL માં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંકયો છે. 19 મી સપ્ટેમ્બર 2017ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચે ભવિષ્યમાં દેશના લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ પોલિંગ બુથ પર EVMની સાથે VVPAT મશીનનો ઉપયોગ કરવાનો નિર્દેશ બહાર પાડ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના ચૂંટણી પંચની રચના બંધારણ હેઠળ કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મુકેશ અંબાણીની સુરક્ષામાં બમણો વધારો: ધમકી ભરેલી ચિઠ્ઠી અને જીલેટીનનું નાગપુર કનેક્શન
- OTT પ્લેટફોર્મ પર બતાવામાં આવી રહી હતી અશ્લીલ ફિલ્મો, સરકારની ગાઈડલાઈંસથી ક્રાઈમ બ્રાંચ ખુશ
- સાવધાન/આ કંપનીઓ રોકાણ કરવા પહેલા કરી લો તપાસ, કેન્દ્ર સરકારની આ સલાહને નજરઅંદાજ ન કરવી
- કામનું/ ઑફિસના કામના કારણે શું તમારે પણ પાર્ટનર સાથે થાય છે બબાલ, વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં આ રીતે જાળવી રાખો રિલેશનશીપ
- ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન