GSTV

મોટા સમાચાર/ લોન મોરેટોરિયમમાં લાગતા વ્યાજના વ્યાજ પર મળશે રાહત, જાણો વિગત

લોન

Last Updated on September 19, 2020 by

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 6 મહિના માટે આપવામાં આવેલી લોન મોરેટોરિયમ (Loan Moratorium)ની મર્યાદા પૂર્ણ થઈ ચુકી છે. 31 ઓગસ્ટની લોન મોરેટોરિયમ સુવિધાનો સમયગાળો પૂર્ણ થયા બાદથી હવે આ મહિનાથી ઉધારકર્તાઓએ પોતાની EMI ચુકવવી પડી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લોન મોરેટોરિયમ (Loan moratorium)ના સમયમાં વ્યાજના ઉપર વ્યાજથી લોકોને રાહત મળી શકે છે. પૂર્વ નિયંત્રક અને એકાઉન્ટન્ટ રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક સમિતિ ગઠિત કરવામાં આવી છે. તે આ મામલા પર અમુક સુચનો આપી શકે છે.

ચક્રવૃદ્ધિ વ્યાજ પર લાગી શકે છે રોક

એક રિપોર્ટ અનુસાર રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં બનેલી સમિતિ આ વાતને પણ જોશે કે કયા પ્રાકારની રાહતનો બોજો બેન્કના સરવૈયા અથવા ડિપોઝિટર્સ પર નહીં પડે. કારણ કે તેમને પણ કારોના મહામારીના કારણે નુકશાન ઉઠાવવું પડે છે. સમિતિ પસંદગીના દેવાદારોને ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોક લગાવવાના સંબંધી રાહત આપી શકે છે. તેમાં નાના દેવાદારો શામેલ થઈ શકે છે. આ ઉપરાંત રાહતની રકમ નક્કી કરવામાં આવી શકે છે. આ દરેક વિકલ્પો પર સમિતિ વિચાર જાહેર કરશે.

ત્રણ સદસ્યોની સમિતિનું ગઠન

આ ત્રણ સદસ્યોની સમિતિનું ગઠન પાછલા અઠવાડિયામાં થયું છે. આ મોરેટોરિયમ વખતે વ્યાજ માફી માટે વિવિધ પહેલુને લઈને સૂચન આપવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે સરકારને આ મામલા પર પોતાનું વલણ સ્પષ્ટ કરવનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ જ સરકારે આ પેનલનું ગઠન કર્યું હતું.

લોન

RBI વ્યાજ માફીના પક્ષમાં નથી

આરબીઆઈ વ્યાજ માફીના પક્ષમાં નથી. સેન્ટ્રલ બેન્કે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પહેલાથી જ સંકટ સામે જજુમી રહેલા ફાઈનાન્શિયલ સેક્ટરને તેનું મોટુ નુકશાન થશે. બદલામાં તેનું નુકશાન ડિપોઝિટર્સને ભોગવવો પડશે. સરકારે આરબીઆઈના વલણને સમર્થન આપ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટે નાણામંત્રાલયને અલગથી પોતાનું વલણ મુકવા કહ્યું છે. તેને જોતા 10 સપ્ટેમ્બરે મહર્ષિ પેનલનું ગઠન થયું. તેનાથી એક અઠવાડિયાની અંદર પોતાના રિપોર્ટ સોંપવા કહ્યું છે.

મોરેટોરિયમ સાથે જોડાયેલી અરજીઓની ફરી સુનવણી શરૂ કરશે

બેન્કરો, અરજદારોને વાતચીત સુપ્રીમ કોર્ટ 28 સપ્ટેમ્બરથી મોરેટોરિયમ સાથે જોડાયેલી અરજીઓની ફરી સુનવણી શરૂ કરશે. સરકારને રાહતનો થોડો અથવા સંપૂર્ણ બોજો પોચોના પર લેવો પડી શકે છે. એવું એટલા માટે કારણ કે મોટાભાગની સરકારી બેન્કોમાં તેમની ભાગીદારી છે. આવી સ્થિતિમાં તેને પ્રાઈવેટ બેન્કો અને કો-ઓપરેટિવ બેન્કોની તરફથી ગ્રાહકોને આપવામાં આવતી રાહતનો ભાર પણ ઉઠાવવો પડશે. તેમના મામલામાં પણ દેવાદારોને ઈએમઆઈની ચુકવણીને રોકી હતી. સૂત્રોએ જણાવ્યું કે પોતાની આજીવિકા માટે વ્યાજ પર નિર્ભર પેન્શનર્સ જેવી ડિપોઝિટર્સને પણ મહામારીથી એટલું જ નુકશાન થયું છે. તેમના હિતોને પણ જોવાનું રહેશે.

લોન

બેન્કિંગ સિસ્ટમ પર 2.1 લાખ કરોડ રૂપિયાનો બોજો

બ્રોકરેજ ફર્મ મેક્વાયરીનું અનુમાન છે કે વ્યાજ માફીથી બેન્કિંગ સિસ્ટમ પર 2.1 લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે. ત્યાં જ ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાના કારણે આ લગભગ 15,000 કરોડ રૂપિયા આવશે. સુપ્રીમ કોર્ટે બેન્કોના કોઈ પણ લોનને બીજા નોટિસ સુધી એનપીએની રીતે ઘોષિત નહીં કરવાના આદેશ આપ્યા છે.

Read Also

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!