GSTV

હવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધુ લોન, બદલાઈ ગયા છે RBIના નિયમો

કોરોનાવાયરસના રોગચાળાની વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI)એ આમ આદમીને મોટી રાહત આપતા ગોલ્ડ જ્વેલરી પર લોનની વેલ્યૂને વધારી દીધી છે.  સોનાની સામે ધિરાણ લેવાનું ચલણ ભારતમાં ઓછું છે પરંતુ સોનાના ભાવ વધતા હવે ગોલ્ડ લોન રેશિયો વધારવામાં આવ્યો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે મોનિટરી પોલિસી જાહેર કરી હતી. વ્યાજદરમાં કોઈ ફેરફાર શક્તિકાંતા દાસે નથી કર્યા પરંતુ, ગોલ્ડ લોન મળી શકવાની સંભાવના વધારી છે. આરબીઆઈએ ગોલ્ડ લોનના રેશિયોમાં વધારો કર્યો છે.

ગોલ્ડ અને જ્વેલરી, ઓરનામેન્ટ પર અગાઉ કુલ મૂલ્યના 75% સુધી જ લોન બેંકો આપી શકતી હતી પરંતુ, હવે તમારા ઘરેણાં, સોનાની વેલ્યુએશનના 90% સુધી લોન બેંકો આપી શકશે. RBIએ આજે સુધારેલ નિયમોમાં કહ્યું કે કોરોનાને કારણે લોકોની આવક ઘટી છે. પ્રત્યક્ષ લોનને સ્થાને હવે લોકો મોર્ગેજ લોન લેવાનું વધુ પસંદ કરે છે અને સોનાના ઉંચા મૂલ્યને જોતા સેન્ટ્રલ બેંકે સામાન્ય નાગરિક, વેપારી-ટ્રેડરો અને નાના કારોબારીઓને રાહત આપવા ગીરવે મુકેલ સોનાના ઘરેલા અને જ્વેલરી માટેનો લોન ટૂ વેલ્યુ રેશિયો, LTV રેશિયો 75%થી વધારીને હવે 90% કર્યો છે.

આ રાહત 31મી, માર્ચ 2021 સુધી આપવામાં આવી છે. નવા રેશિયો અંગેના નિયમોની ગાઈડલાઈન આજે સાંજ સુધી જાહેર કરવામાં આવશે, તેમ શક્તિકાંતા દાસે ઉમેર્યું છે.

READ ALSO

Related posts

નર્મદા જિલ્લાનો કરજણ ડેમ થયો ઓવરફ્લો, ડેમનું લેવલ પાર થતાં 4 દરવાજા ખોલવા પડ્યા

Pravin Makwana

IPL 2020: આખરે ધોની સાતમા ક્રમે બેટિંગ કરવા શા માટે આવ્યો. જાણો તેનું કારણ

Bansari

આ પાંચમાંથી એક પણ વસ્તુ દહીંમાં મિક્ષ કરીને ખાવાની ટેવ હોય તો ચેતી જજો, કરે છે ખૂબ જ નુકશાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!