ડીસેમ્બર 2019માં સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સાથે જોડાયેલા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા હતા. જેમાં PPF પર લોન લાગતા વ્યાજદરને ઓછો કરી દીધો હતો. 12 ડિસેમ્બર 2019 બાદ પીપીએફ પર લેવામાં આવેલી લોન પર વ્યાજદર 2 ટકાને બદલે 1 ટકાના દરે લેવામાં આવશે. આ નિયમથી લોન ખૂબ સસ્તી થઈ જાય છે. જો કે, સસ્તી લોન પછી પણ, નિષ્ણાંતોએ પીપીએફ પર લોન લેવાની મનાઈ કરી હતી.

ટેક્સ નિષ્ણાંત એમ કે ગાંધીએ કહ્યું હતું કે, PPF પર લોન લેવાનો વધારે ફાયદો નથી. જેનું પ્રથમ કારણ છે કે, તેઓ PPF પર મળતા વ્યાજ પર ટેક્સ છૂટનો લાભ મેળવી શકશે નહી. PPF પર હાલમાં 7.9 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે અને PPF પર લોન ટકાના વ્યાજ દરે ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, જો લોન 9.9% ના દરે ઉપલબ્ધ હોય, તો લોન લેનારને ફક્ત 1% વ્યાજ આપવું પડશે. વ્યાજનુ માત્ર અંતર ચૂકવવું પડશે.

PPFને રિટર્ન અને ટેક્સ છૂટના રોકાણો માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. એટલે કે, PPFનું રોકાણ, વ્યાજ અને પુન: રોકાણ બધાના ટેક્સમાં છૂટ મળે છે. આ ત્રણ ફાયદાઓ PPF પર લોન લેતા રોકાણકારોને મળતા નથી.

નુકસાન
- લોન લેનારને ટેક્સ છુટના ફાયદા નહી મળે
- જ્યાં સુધી તમે લોનની મૂળ રકમ અને વ્યાજની ચુકવણી નહીં કરો, ત્યાં સુધી તમને PPF પર વ્યાજ મળશે નહી.
- ટેક્સ મુક્તિનો લાભ લેવા માટે PPF શ્રેષ્ઠ વિકલ્પ છે. લોન લેવા પર તમને આ લાભ મળશે નહી.
- PPFનું રોકાણ, મળનાક વ્યાજ અને પુન: રોકાણ ત્રણેય પર કર મુક્તિ મળે છે. આ ત્રણેય ફાયદાઓ PPF પર લોન લેનાર રોકાણકારોને મળતા નથી.
- લાંબા ગાળાનું રોકાણ અને વળતરનો લાભ લઈ શકશો નહીં.
ફાયદો
તમારે લોન પર ઓછુ વ્યાજ આપવું પડશે. માત્ર બંને મળનાર વ્યાજ અને ચૂકવનાર વ્યાજનું અંતર ચુકવવું પડશે.
READ ALSO
- AMCની તિજોરી છલકાઈ! તંત્રે ટેકસથી વસૂલ્યા 491 કરોડ, મિલકતવેરા પેટે 125 કરોડથી વધુની આવક પશ્ચિમ વિસ્તારોમાંથી થઈ
- થિયેટરોમાં માત્ર એક જ ફિલ્મની બોલબાલા, ધાકડ પછી આયુષ્માન ખુરાની અનેક પણ ખરાબ રીતે પીટાઈ
- GT vs RR/ IPLના ફાઇનલમાં અત્યાર સુધી નથી હાર્યો આ ખેલાડી, રાજસ્થાન માટે સાબિત થશે સૌથી મોટો ખતરો
- Investment Tips: IPOમાં પૈસાનું રોકાણ કરતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
- આત્મનિર્ભર ભારત બનાવવા પહેલા ખેડૂતને સ્વનિર્ભર બનાવવો પડે, ભાજપ સરકાર ખેડૂતને જરાય તકલીફ પડવા દેશે નહિ