GSTV
Gujarat Government Advertisement

કોરોનાકાળમાં EMI ચુકવવામાં થઇ રહી છે મુશ્કેલી? બેન્કની આ સુવિધાનો લાભ લઇ બે વર્ષ સુધી થઇ જાઓ ચિંતામુક્ત

emi

Last Updated on August 31, 2020 by Bansari

લૉકડાઉન (Lockdown) અને કોરોના (Coronavirus) મહામારી વચ્ચે મંદીના અણસાર જોવા મળી રહ્યાં છે ઘણાં લોકો એવા છે જો આ સંકટના સમયમાં પોતાની લોનની EMI ચુકવવામાં સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI) તમારા માટે મોટી રાહતની ખબર લઇને આવી છે. RBIએ લોન રીસ્ટ્રક્ચરિંગ સ્કીમ (Loan restructuring scheme)નું એલાન કર્યુ છે. તેનાથી તમને લોનની EMI પર 2 વર્ષ સુધીની રાહત મળી શકે છે. અમે તમને જણાવીએ આ લોન રિસ્ટ્રક્ટરિંગ સ્કીમ વિશે વિગતે….

જાણો શું છે લોન રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ

લોન રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ અંતર્ગત બેન્ક ગ્રાહકની લોનના રીપેમેન્ટ શિડ્યુલને બદલી શકશે. આ સ્કીમ અંતર્ગત વર્તમાન સ્થિતિમાં EMI ઓછી કરવા માટે ગ્રાહકોને લોનની ડેડલાઇન વધારવાની સુવિધા મળી શકે છે. આ ઉપરાંત તમારી પાસે પેમેન્ટ હોલીડે (Payment Holiday)ની સુવિધા પણ છે. તેના અંતર્ગત તમામ પ્રકારની લોન સામેલ છે. લોનના રિસ્ટ્રક્ચરિંગથી ગ્રાહકોની EMI થોડા મહિનાઓ માટે ઓછી થઇ જશે. આ સ્કીમ અંતર્ગત લોન રિસ્ટ્રક્ચરિંગથી EMIને થોડા મહિનાઓ સુધી ટાળી પણ શકાશે.

લોન રિસ્ટ્રક્ચરિંગમાં મળશે આ વિકલ્પ

લોન રિસ્ટ્રક્ચરિંગ અંતર્ગત તમને અનેક પ્રકારના વિકલ્પ મળી શકે છે. પરિણામે તમે તમારી વર્તમાન લોનનું પેમેન્ટ રિશિડ્યુલ કરી શકો છો. આ ઉપરાંત મોરાટોરિયમનો લાભ લેવાના કારણે વધેલા વ્યાજ માટે અલગથી લોન લઇ શકો છો. ગ્રાહક પોતાની વર્તમાન લોનની ડેડલાઇનને વધારી શકે છે જેથી સંકટની આ સ્થિતિમાં થોડી રાહત મળી શકે. જણાવી દઇએ કે તમને તમારી લોન પર છૂટ મહત્તમ 2 વર્ષ સુધી વધારવાની સુવિધા મળશે. ધ્યાન રહે લોનનો વ્યાજ દર શું હશે તે બેન્ક નક્કી કરશે. ગ્રાહકની સ્થિતિ જોઇને બેન્કોને નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવશે.

પર્સનલ લોન અને લોન રિસ્ટ્રક્ચરિંગ

પર્સનલ લોનધારકોને પણ લોન રિસ્ટ્રક્ટરિંગ સ્કીમનો ફાયદો મળશે. આ સ્કીમના પગલે આરબીઆઇએ કોરોનાકાળના સંકટથી બેન્ક અને ગ્રાહક, બંનેને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી NPA ઘટાડવામાં મદદ મળશે.

લોન રિસ્ટ્રક્ચરિંગનો ક્યારે લેવો જોઇએ લાભ

લોન રિસ્ટ્રક્ચરિંગથી તમને તરત રાહત મળશે પરંતુ વ્યાજનો ખર્ચ વધશે. તમે જો લોન ભરવામાં અસમર્થ હોવ તો જ સ્કીમનો લાભ લઇ શકો છો. કોરોના કાળમાં આવક પર અસર પડી હોય તો આ સ્કીમ સારો વિકલ્પ છે. પરંતુ જો લાંબા સમય સુધી કેશ ફ્લોમાં સુધારની આશંકા ન હોય તો લોન રિસ્ટ્રક્ચરિંગ સ્કીમનો લાભ લો. સ્કીમ લેતી વખતે વધતા વ્યાજનો હિસાબ જરૂર લગાવી લો.

કોણ કરાવી શકે છે લોન રિસ્ટ્રક્ચરિંગ

જો તમારા કેશ ફ્લો પર અસર પડી હોય તો તમને તરત જ રાહતની જરૂર હોય તો તમે ન રિસ્ટ્રક્ચરિંગ કરાવી શકો છો. તમારી લોન એકાઉન્ટનું સ્ટેટસ સ્ટાન્ડર્ડ હોવુ જરૂરી છે. 1 માર્ચ 2020 સુધી તમારુ એકાઉન્ટ 30 દિવસથી વધુના ડિફોલ્ટમાં ન હોવુ જોઇએ.

નૉન-બેન્ક લોનને પણ કરી શકાશે રિસ્ટ્રક્ચર

આરબીઆઇ તરફથી આપવામાં આવેલી સુવિધા અંતર્ગત કમર્શિયલ બેન્ક, સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને સ્થાનિક બેન્કોની લોન આ સ્કીમમાં સામેલ છે. NBFCs. HFCs, કો-ઓપરેટિવ બેન્કની લોન પર પણ રિસ્ટ્રક્ચરિંગની સુવિધા મળશે.

લોન રિસ્ટ્રક્ચરિંગના ફાયદા

  • સ્કીમનો લાભ લેવાથી NPAનો બોજ નહી વધે
  • ગ્રાહકોની પાસેથી બળજબરીથી વસૂલી નહી કરે બેન્ક
  • રિસ્ટ્રક્ચરિંગથી ઓછી થઇ જશે તમારી EMI
  • રિસ્ટ્રક્ચરિંગથી લોનની ડેડલાઇન વધી જશે

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!