GSTV

સાવધાન! લોન રીસ્ટ્રક્ચર કરાવી તો રેટિંગમાં લાગી જશે આ થપ્પો, પછી પડશે આ મુશ્કેલીઓ

લોન

ભારતીય રિઝર્વ બેન્કે લોન મોરેટોરિયમની સુવિધા ઓગસ્ટ બાદ પૂર્ણ કરી દીધી છે. પરંતુ બેન્કોને આ છુટ આપવામાં આવી રહી છે કે તે ઈચ્છે તો પોતાના ગ્રાહકોને લોનનુ રીસ્ટ્રક્ચર કરી શકે છે. એટલે કે તેને ચુકવવાની સમય સીમા, વ્યાજ, ઈએમઆઈ વગેરેમાં બદલાવ કરી શકાય છે. પરંતુ જાણકારોનું કહેવું છે કે તેમાં મોટી સમસ્યા એ છે કે જે ગ્રાહક લોન રીસ્ટ્રક્ચરિંગની સુવિધા લેશે તેમના ક્રેડિટ રેટિંગમાં ‘રીસ્ટ્રક્ચર્ડ’નો થપ્પો લાગી જશે અને આગળ લોન તેમને કડક શરતોની સાથે જ મળશે.  

મહત્વનું છે કે કોરોના સંકટથી લોકોને રાહત આપવા માટે રિઝર્વ બેન્કે બેન્કોને કહ્યું છે કે તે ઈચ્છે તો મોરેટોરિયમમાં ઈએમઆઈની ચુકવણી કરનાર માટે આગળ લોનનુ રીસ્ટ્રક્ચરિંગ કરી શકે છે.

શું થાય છે રીસ્ટ્રક્ચરિંગ

લોન રીસ્ટ્રક્ચરિંગનો મતલબ છે કોઈ લોનને ચુકવવાની શરતોમાં ફેરફાર. જે રીતે વ્યાજ દર ઓછો કરવો, ઈએમઆઈ ઘટાડવો અથવા વધારવો, લોન ચુકવવાનો સમયગાળો વધારવો અથવા ઘણા અન્ય ફાયદાઓ જેવા કે ગ્રાહકોને બાકી લોન ચુકવવામાં સમસ્યા ન આવે.

લોન

શું છે ક્રેડિટ રેટિંગ

હકીકતમાં બેન્ક નિયમિત રૂપથી ગ્રાહકોને લોનના ડેટા વિશે ક્રેડિટ બ્યુરો દ્વારા જાણકારી શેર કરે છે. આ આંકડાઓના આધાર પર બ્યુરો રેટિંગ જાહેર કરે છે. બેન્ક, નાણાકીય કંપનીઓ વગેરે આ રેટિંગના આધાર પર જ આ નક્કી કરે છે કે આ વ્યક્તિ લોન ચુકવવામાં કેટલું સક્ષમ છે, જેણે ડિફોલ્ટ કરવામાં આવ્યુ છે કે નહીં. ભારતમાં ઘણા ક્રેડિટ બ્યુરો છે જેવા કે CIBIL, એક્સપેરિયન, ઈક્વિફેક્સ વગેરે, જોકે મોટાભાગે મામલામાં સિબિલની રેટિંગનો જ ઉપયોગ થાય છે.

શું હોય છે રીસ્ટ્રક્ચર્ડ થપ્પો

જો કોઈ લોનમાં ‘રીસ્ટ્રક્ચર્ડ’નો થપ્પો લાગી ગયો તો આગળ આવા વ્યક્તિને કોઈ પણ પ્રકારની લોન આપવામાં બેન્ક શંકાની નજરથી જોશે અને તેની પાસે વધારે જમાનત માંગશે અથવા લોન આપવાની લિમિટ ઓછી કરી દેશે. બેન્કોનું કહેવું છે કે આ એજ રિઝર્વ બેન્કની ગાઈડલાઈનના અનુસાર કરી રહ્યું છે.

લોન

આંકડાના અનુસાર ઓગસ્ટ મહિના સુધી લગભગ 50 ટકા ગ્રાહકોને લોન મોરેટોરિયમની સુવિધા આપી છે. લોન મોરેટોરિયમની સુવિધા તો દરેક ગ્રાહકોને ઉપલબ્ધ હતી, પરંતુ હવે તેની રીસ્ટ્રક્ચરિંગની સુવિધા અમુક જ ગ્રાહકોને મળશે. આ એ વસ્તુ સાબિત કરશે કે કોરોનાના કારણે તેમની આવક ઘટી ગઈ છે અથવા સેલરીમાં ઘટાડો થાય છે. માટે લોન રીસ્ટ્રક્ચરિંગ માટે આવેદન પણ કરવું જોઈએ જ્યારે આ ખૂબ જરૂરી હોય.

Read Also

Related posts

સાકીબ અલ હસનનો પ્રતિબંધ પૂર્ણ થશે, બાંગ્લાદેશ તેને વેલકમ કરવા માટે આતુર છે

pratik shah

સુરત/ શાકભાજીની લારીઓ હટાવતા થયો હોબાળો, ફેરીયાઓ પર દંડાવાળી કરતા રસ્તા પર શરૂ કર્યા ધરણા

Pravin Makwana

બલ્લભગઢ લવ જેહાદ સામે કંગનાનો ગુસ્સો, બોલી-‘જેહાદીઓને ફાંસી આપો’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!