લોન મોરટોરિયમ (એટલે કે ચુકવણી અવધિની મુલતવી) ના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે લોકોને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જે બેંક લોન ખાતું ઓગસ્ટ સુધીમાં એનપીએ જાહેર કરવામાં આવ્યું નથી તે ખાતાને આગામી બે મહિના સુધી એનપીએ જાહેર ન કરવું જોઈએ.

નોંધપાત્ર વાત એ છે કે, જો સતત ત્રણ મહિના સુધી લોનની ઇએમઆઈ જમા કરવામાં આવતી નથી, તો બેંકો તેને એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરે છે. એનપીએ એટલે કે બેન્કો એમ માને છે કે આ રૂપિયા હવે ફસાઈ ગયા અને લોન લેનારાઓની રેટિંગ બગડે છે અને આગળ તેમને લોન મેળવવામાં મુશ્કેલી પડે છે.
લોન મોરેટોરિયમ કેસમાં સુનાવણી હવે આવતા સપ્તાહે 10 સપ્ટેમ્બરના રોજ ચાલુ રહેશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના નિરીક્ષણો ખૂબ મહત્વના હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો તેઓ કોઈને લોન નહીં ચૂકવે તો સરકારે તેમની ઉપર દબાણપૂર્વક કાર્યવાહી ન કરવી જોઈએ.

સરકારે એફિડેવિટ આપી છે
સરકારે સોમવારે લોન મુદત અંગે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે. સરકારે સંકેત આપ્યો છે કે આ મુદત બે વર્ષ માટે લંબાવી શકાય છે. પરંતુ ફક્ત થોડા જ ક્ષેત્રોમાં તે મળશે. કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, વ્યાજ પરના મુદ્દા અંગે રિઝર્વ બેંક નિર્ણય લેશે.
સરકારે કયા ક્ષેત્રોને વધુ રાહત આપી શકાય તેની સૂચિ રજૂ કરી છે. સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલે કહ્યું કે, અમે આવા ક્ષેત્રની ઓળખ કરી રહ્યા છીએ કે જેનાથી તેઓને કેટલું નુકસાન થયું છે તે જોતાં રાહત મળે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે વધુ વિલંબ થઈ શકશે નહીં.

આખો મામલો શું છે?
કોવિડ -19 રોગચાળાને પગલે, આરબીઆઈએ 27 માર્ચે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં ત્રણ મહિનાના સમયગાળા માટે હપ્તાઓની ચુકવણીમાં રાહત જાહેર કરી હતી. 22 મેના રોજ, આરબીઆઈએ 31 ઓગસ્ટ સુધી ત્રણ મહિનાના વિસ્તરણની જાહેરાત કરી હતી, પરિણામે લોન ઇએમઆઈ પર છ મહિનાની રાહત મળી ગઈ હતી.
પરંતુ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બેન્કો ઇએમઆઈ આપવા સાથે વ્યાજ પણ વસૂલ કરે છે, જે ગેરકાયદેસર છે. મોટાભાગની ઇએમઆઈ ફક્ત વ્યાજની છે અને બેન્કો પણ તેના પર વ્યાજ વસૂલતી હોય છે. એટલે કે વ્યાજ ઉપર પણ વ્યાજ લેવામાં આવે છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે આરબીઆઈ અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યા છે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ